સુરતમાં રૂ. 12 લાખની લૂંટનો ફરિયાદી જ નીકળ્યો આરોપી

સુરત વિસ્તારમાં બે દિવસ અગાઉ ટ્રેડીંગ કંપનીના કર્મચારીને આંતરીને તેની પાસે રહેલા રૂ. 12 લાખની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં લૂંટનો કેસ પણ નોંધાયો હતો, જેમાં ગત રોજ ગુરૂવારે ઉધના પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને આ આરોપી બીજો કોઈ નહીં પરંતુ લૂંટનું નાટક રચનાર અને ફરિયાદ નોંધાવનાર ખુદ ફરીયાદીજ આરોપી નીકળ્યો છે.

સુરત વિસ્તારમાં બે દિવસ અગાઉ ટ્રેડીંગ કંપનીના કર્મચારીને આંતરીને તેની પાસે રહેલા રૂ. 12 લાખની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં લૂંટનો કેસ પણ નોંધાયો હતો, જેમાં ગત રોજ ગુરૂવારે ઉધના પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને આ આરોપી બીજો કોઈ નહીં પરંતુ લૂંટનું નાટક રચનાર અને ફરિયાદ નોંધાવનાર ખુદ ફરીયાદીજ આરોપી નીકળ્યો છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
સુરત# સુરત વિસ્તારમાં બે દિવસ અગાઉ ટ્રેડીંગ કંપનીના કર્મચારીને આંતરીને તેની પાસે રહેલા રૂ. 12 લાખની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં લૂંટનો કેસ પણ નોંધાયો હતો, જેમાં ગત રોજ ગુરૂવારે ઉધના પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને આ આરોપી બીજો કોઈ નહીં પરંતુ લૂંટનું નાટક રચનાર અને ફરિયાદ નોંધાવનાર ખુદ ફરીયાદીજ આરોપી નીકળ્યો છે.

ઉધના પોલીસે ઝડપી પડેલા આ શખ્સે પોતાની જ કંપની માંજ ચોરી કરી હતી, પરંતુ હવે આ ફરિયાદી જ બની ગયો છે આરોપી અને તેની પોલ ખુલી ગઈ હતી. ઝડપાયેલા આરોપી એ પ્રી પ્લાનિંગ સાથે એક સ્ટોરી બનાવી હતી.

ફરિયાદી બાદ આરોપી બનેલા રમેશભાઈ સત્યનારાયણ રાંકાવતે પોલીસને ચકમો આપવા સ્ટોરી બનાવી હતી કે, બે દિવસ પહેલા તેઓ સુરતના ઉધના ભાઠેના ખાડીબ્રીજ પાસેથી પસાર થતા હતા, ત્યારે બાઈક પર 3 શખ્સો આવ્યા હતા અને ત્રણે પૈકીના એકે રમેશભાઈના કુમરના ભાગે પિસ્તોલ જેવું હથિયાર ધરીને 'ચુપ ચાપ ખડે રહો' તેમ કહ્યું હતુ.

પિસ્તોલ જેવું હથિયાર જોઈ પોતે ડઘાઈ ગયા હતા. તેઓ કઈ સમજે તે પહેલા તો ત્રણે પૈકીના અન્ય એકે રમેશભાઈ પાસેના થેલાની ચેઈન ખોલી તેમાંથી રોકડા રૂ. 12 લાખ કાઢી લીધા હતા અને લૂંટ ચલાવી ત્રણે ખાડીબ્રીજ થઈને રોકડીયા હનુમાન મંદિર તરફ નાસી છુટ્યા હતા.

જોકે, રૂ. 12 લાખ જેવી માતબર રકમની લૂંટ થતા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ તરત ફરિયાદ નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે તમામ પાસા ચકાસ્યા, ત્યારે એવા કોઈ ક્લ્યૂ મળી રહ્યાં ન હતા કે જે, આરોપી સુધી પહોંચાડી શકે, ત્યારબાદ પોલીસે સિ્ફતપૂર્વક પુછપરછ કરતા ફરિયાદી બનેલો રમેશભાઈ સત્યનારાયણ રાંકાવત ભાંગી પડ્યો હતો અને તેજ આરોપી હોવાનું બહાર આવ્યું હતુ.

ઉધના પોલીસે આ ગુનાને ઉકેલવામાં સફળતા પ્રાપ્ત મળી છે અને પોતાની જ કંપની ના લાખો રૂપિયા પોતાના ગજવામાં કરવા માટે લૂંટનું નાટક રચનાર આરોપીની પોલ ખુલી ગઈ હતી. લાખો રૂપિયા ટૂંકા રસ્તે કમાવાની લાલચ આરોપીને જેલ ના સળિયા સુધી પહોંચાડી દીધો છે.
First published: