લગ્ન માટે પેરોલ ન મળતા કોર્ટમાં જ કેદીનો આપઘાતનો પ્રયાસ

સુરતઃ લગ્ન માટે જામીન ન મળતા સુરતમાં એક કાચા કામના કેદીએ સુરતની કોર્ટમાં જ હાથની નશ કાપીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. કેદીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.આરોપી હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો. કોર્ટની સુનાવણી બાદ આ પગલું ભર્યું હતું.કેદીએ જણાવ્યું હતું કે, લગ્ન માટે રજા નહીં મળે તો તે હજુ પણ આત્મહત્યા કરશે.તેણે પોલીસ દ્વારા પૈસાની માંગણી થતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

  • News18
  • Last Updated :
  • Share this:

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ મુંબઈનો રહીશ જગદીશ કરશન કંટારીયા (ઉ.36) હત્યાના ગુનામાં ઝડપાયો છે. જે લાજપોર જેલમાં બંધ હતો. તેણે પેરોલ માટે અરજી કરી હતી. ગઢવી સાહેબની કોર્ટમાં સુનાવણી દરમિયાન જગદીશની અરજી ના મંજુર કરાતા તે ઉશ્કેરાયો હતો. અને જજ કોર્ટ રૂમમાંથી બહાર નીકળ્યા એટલે આરોપીએ હાથની નશ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

સારવાર લઇ રહેલા જગદીશે જણાવ્યું હતું કે, મે સેશન્સથી લઇ હાઇકોર્ટ સુધી જામીન-પેરોલ અરજી કરી છે જે નામંજુર થતા હું ભાગી પડ્યો છું. મારી પ્રેમિકા પાંચ વર્ષથી લગ્ન માટે રાહ જુએ છે. જો મને પેરેલ નહી મળે તો પ્રેમિકાના લગ્ન જબરજસ્તીથી બીજે કરી દેવાશે.
First published: