સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતીઓને શાંતિનો માહોલ જાળવવાની અપીલ

Parthesh Nair | Pradesh18
Updated: April 17, 2016, 5:07 PM IST
સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતીઓને શાંતિનો માહોલ જાળવવાની અપીલ
હાર્દિકને છોડાવવા માટે એસપીજી સાથે આજે પાસ દ્વારા જેલભરો આંદોલન સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે. ત્યારે સુરતના વરાછામાં જેલ ભરો આંદોલન દરમિયાન સ્થિતિ વણસી હતી. પોલીસે લાઠીચાર્જ કરવાનો વારો આવ્યો હતો. પાટીદારો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા પોલીસે ટિયર ગેસના સેલ છોડવાની નોબત આવી હતી.

  • Pradesh18
  • Last Updated: April 17, 2016, 5:07 PM IST
  • Share this:
સુરત# હાર્દિકને છોડાવવા માટે એસપીજી સાથે આજે પાસ દ્વારા જેલભરો આંદોલન સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે. ત્યારે સુરતના વરાછામાં જેલ ભરો આંદોલન દરમિયાન સ્થિતિ વણસી હતી. પોલીસે લાઠીચાર્જ કરવાનો વારો આવ્યો હતો. પાટીદારો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા પોલીસે ટિયર ગેસના સેલ છોડવાની નોબત આવી હતી.

આ સ્થિતિ વચ્ચે તાત્કાલિક ધોરણે પોલીસ કમિશનર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં વરાછામાં 247 જેટલા પાટીદારોની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે પરિસ્થિતિને જોતા પોલીસ કમિશ્નર દ્વારા પાટીદાર વિસ્તારોમાં ત્રણ એસઆરપી કંપની, પાંચ ડીસીપી, હોમગાર્ડ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા સુરતીઓને શાંતિનો માહોલ રાખવાની અપીલ કરી હતી. તેમજ જો અસમાજિક તત્વો દ્વારા હુલ્લડ કે, હોબાળો કરતા નજરે પડશે તો, તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી.
First published: April 17, 2016, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading