Home /News /crime /સાયબર ક્રાઇમમાં લાખોની ઠગાઇનો આરોપી પશ્વિમ બંગાળથી ઝબ્બે

સાયબર ક્રાઇમમાં લાખોની ઠગાઇનો આરોપી પશ્વિમ બંગાળથી ઝબ્બે

ભરૂચઃ લોકોના મોબાઈલ પર ફોન કરી બેંક એકાઉન્ટનાં પાસવર્ડ મેળવ્યા બાદ ઇન્ટરનેટના ઉપયોગથી લાખો રૂપિયાની ઠગાઈ કરતા આરોપીને ભરૂચ પોલીસે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો છે.

ભરૂચઃ લોકોના મોબાઈલ પર ફોન કરી બેંક એકાઉન્ટનાં પાસવર્ડ મેળવ્યા બાદ ઇન્ટરનેટના ઉપયોગથી લાખો રૂપિયાની ઠગાઈ કરતા આરોપીને ભરૂચ પોલીસે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો છે.

  • Web18
  • Last Updated :

ભરૂચઃ લોકોના મોબાઈલ પર ફોન કરી બેંક એકાઉન્ટનાં પાસવર્ડ મેળવ્યા બાદ ઇન્ટરનેટના ઉપયોગથી લાખો  રૂપિયાની ઠગાઈ કરતા આરોપીને ભરૂચ પોલીસે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો છે.


આજન ઈન્ટરનેટ યુગમાં મોબાઈલ પર ફોન કરી બેંક એકાઉન્ટના વેરીફીકેશનના નામે એ.ટી.એમ નો પાસવર્ડ મેળવી લાખ્ખો રૂપિયાની ઠગાઈ કરવાના કિસ્સા વધી રહ્યા છે.આવા જ એક ઠગની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે. અંકલેશ્વરના રહેવાસી સુનીલ કાપડીયા પર થોડા સમય અગાઉ ફોન આવ્યો હતો. ફોન કરનારે સુનીલભાઈને જણાવ્યું હતું કે તે આઈસીઆઇસીઈઆઈ બેન્કમાંથી વાત કરે છે અને તમારા એકાઉન્ટનું વેરીફીકેશન કરવાનું હોવાથી પાસવર્ડ સહિતની માહિતી જોઈએ છે.


સુનીલભાઈએ તેને પાસવર્ડ સહિતની માહિતી આપી હતી આ બાદ આરોપીએ એનરોઈડ મોબાઈલમાં આવતી વોલેટ નામની એપ્લીકેશનની મદદથી ઈન્ટરનેટ દ્વારા ફરિયાદીના ખાતામાંથી રૂપિયા ૧.૯૦ લાખ ઉપાડી લીધા હતા. આ અંગેની જાણ સુનીલ કાપડીયાને થતા તેઓએ આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.


આ બનાવમાં સાયબર સેલ કામે લાગતા આરોપીઓએ રૂપિયા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા તે સહિતની વિગતોને આધારે પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લાના રહેવાસી સાહીલકુમાર સિંહ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ વોલેટ એપ્લીકેશન દ્વારા ફરિયાદીના ખાતામાંથી રૂપિયા ઉપાડ્યા બાદ અન્ય પાંચ વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આથી આ બનાવમાં  અન્ય લોકોની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે.

First published:

Tags: આરોપી, ગુજરાત, ગુનો, ઠગાઇ, બેન્ક, સાઇબર ક્રાઇમ

विज्ञापन
विज्ञापन