સુરત# સુરત જિલ્લા એલસીબી એ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી. મુખ્ય સુત્રધાર મળી કુલ 3 લબર મુછીયા યુવાનોની અટકાયત કરી હતી. જેમને જિલ્લાના પલસાણા, કડોદરા, બારડોલી વિસ્તાર માંથી 5 જેટલી ઘરફોડ ચોરીની કબુલાત કરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ પોલીસને ભેદ ઉકેલવામાં મદદરૂપ થયા હતા.
લબર મુછીયા યુવાનો કે, જેઓ અભ્યાસની ઉમરે ચડી ગયા હતા ગુનાખોરીના રવાડે. સુરત જિલ્લા એલસીબીને મળેલ બાતમીને આધારે પલસાણા તાલુકા જોળવા જીઆઈડીસી વિસ્તાર માંથી મુખ્ય સુત્રધાર બારડોલીના તલાવડી વિસ્તારમાં રેહતો અનિશ સહીત કુલ 3 યુવાનો ઝડપાય ગયા હતા, તેઓની પાસેથી ચોરી માટે હથોડી, કટર તેમજ 20થી વધુ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા .
ઘરફોડ ચોરીમાં ઝડપાયેલા ત્રણે યુવાનો ખાસ કરીને ભીડભાડ વાળા અને ઓદ્યોગિક વિસ્તારો નેજ રાત્રી દરમિયાન નિશાન બનાવતા હતા અને એક બીજાની મદદગારીથી ચોરીને અંજામ આપતા હતા. તેમજ હાઈવે ઉપર પણ વહન કરતા ટ્રક ચાલકોને આંતરી મોબાઈલની ચોરી કરી લેતા હતા. પરંતુ આખો ભેદ ઉકેલવામાં પોલીસને જોળવા ગામે સિન્ડિકેટ બેંકમાં થયેલ ચોરીના પ્રયાસ અને તેના સીસીટીવી કેમેરા માં કેદ થયેલ ચોરીના દ્રશ્યોને આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી હતી. ત્રણે યુવાનો પેકી એક યુવાન બહાર દેખરેખ કરવા ઉભો રહે છે અને બાકીના બન્ને યુવાનો ઝડપથી અંદર પ્રવેશી જરૂરી સમાનની ચોરીનો પ્રયાસ કરી ફરાર થઇ જાય છે. જોકે, એક યુવાન કેમેરો બંધ કરવા જતા દેખાય પણ જાય છે.
હાલ ઘરફોડ ચોરીને અંજામ આપતી આ ગેંગમાં ત્રણ પૈકી પલસાણા વિસ્તારમાં રેહતો પારાશ ઉર્ફે વિકાસ શર્મા, સંતોષ રશ્મિકાંત કહાર તેમજ બારડોલી તલાવડી વિસ્તારનો અનિશ તશ્લિમ શેખ હોવાનું બહાર આવ્યું હતું. જેઓ હાલ પલસાણા ના જોળવા ખાતે સિન્ડિકેટ બેંકમાં ચોરીનો પ્રયાસ, ત્રણ માસ પેહલા તાતિથૈયાના સાઈનાથ ભવનમાં 25 હજારથી વધુની ચોરી, બારડોલી તેમજ કડોદરા મળી કુલ 5 જેટલી ઘરફોડ ચોરીની કબુલાત કરી છે, અને ઘરફોડ ચોર ગેંગનો મુખ્ય સુત્ર ધાર છે. જે કડોદરા, પલસાણા સિવાઈ બારડોલી પોલીસ મથકના પણ 6 જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર