Home /News /crime /

સુરતમાં આસ્થા ઇન્ટરનેશનલ ગ્રુપમાં CBIના દરોડા

સુરતમાં આસ્થા ઇન્ટરનેશનલ ગ્રુપમાં CBIના દરોડા

સુરતના સહરા દરવાજા વિસ્તારમાં આવેલી આસ્થા ગ્રુપ ઓફ કંપનીમાં CBIના અધિકારીઓ છેલ્લા ત્રણ દિવસથી તપાસ કરી રહ્યાં હોવાની બિન આધારભૂત સુત્રો પાસેથી વિગતો મળી રહી છે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ કાર્યવાહી અંગે સ્થાનિક પોલીસ તંત્ર બિલકુલ અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના સહરા દરવાજા વિસ્તારમાં આવેલી આસ્થા ગ્રુપ ઓફ કંપનીમાં CBIના અધિકારીઓ છેલ્લા ત્રણ દિવસથી તપાસ કરી રહ્યાં હોવાની બિન આધારભૂત સુત્રો પાસેથી વિગતો મળી રહી છે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ કાર્યવાહી અંગે સ્થાનિક પોલીસ તંત્ર બિલકુલ અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરત# સુરતના સહરા દરવાજા વિસ્તારમાં આવેલી આસ્થા ગ્રુપ ઓફ કંપનીમાં CBIના અધિકારીઓ છેલ્લા ત્રણ દિવસથી તપાસ કરી રહ્યાં હોવાની બિન આધારભૂત સુત્રો પાસેથી વિગતો મળી રહી છે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ કાર્યવાહી અંગે સ્થાનિક પોલીસ તંત્ર બિલકુલ અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

જો કે, આજથી લગભગ બે એક વર્ષ પહેલા આસ્થા ગ્રુપ ઓફ કંપની સામે સુરત પોલીસે ગુન્હો દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. તેઓની સામે પોલીસે ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બિન આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસરા આસ્થા ગ્રુપ ઓફ કંપની દ્વારા મોટા પ્રમાણમાં ચીટ ફંડ એટલે કે, પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવી હતી, વર્ષ 2006થી 2012 સુધી આ ચીટફંડની ત્રણેક સ્કીમો ચાલતી હતી, તેમાં ઓછામાં ઓછા રૂ. 500 કરોડનું કૌભાંડ થયાનું કહેવાય છે.

જો કે, સમગ્ર મામલે જે તે સમયે સુરત ક્રાઇમબ્રાન્ચ દ્વારા સમગ્ર કૌભાંડની તપાસ કરીને બે આરોપીઓ સંતોષ કિશન સપકાલે અને ચંન્દ્રસીંઘ શિવાજી શેખરની ધરપકડ પણ કરી હતી.

બિન આધારભૂત સુત્રોએ વધુમાં જણાવ્યું હતુ કે, છેલ્લા ત્રણેક દિવસથી સીબીઆઇ દ્વારા આસ્થા કંપનીની ઓરિસ્સામાં આવેલી ચાર ઓફીસ તેમજ સુરતમાં છ ઓફીસો, ગોવામાં બે ઓફીસ અને મધ્યપ્રદેશમાં આવેલી એક ઓફીસમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે, સમગ્ર મામલે કોઇપણ રીતે સત્તાવાર સમર્થન મળી રહ્યું નથી. આસ્થા ગ્રુપ ઓફ કંપનીની કામગીરી અંગે એવી વિગતો મળી રહી છે કે, આ કંપની ચાર વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાની સ્કીમ ચલાવતી હતી, તેની સાથે સાથે પશુપાલનના વ્યવસાય એટલે કે, બકરી ઉછેરના નામે પણ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હોવાની વિગતો બહાર આવી છે.

બે વર્ષ અગાઉ સુરતમાં આ મામલે ખૂબ હોબાળો થયો હતો અને અનેક લોકોના કંપનીમાં રૂપિયા ફસાયાની વાતો બહાર આવી હતી. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને ફરિયાદ દાખલ કરી હતી. જો કે, હાલમાં સીબીઆઇ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, તેની કોઇ સત્તાવાર કે, બિન સત્તાવાર માહિતી મળી રહી નથી.
First published:

Tags: દરોડા, સીબીઆઇ, સુરત

આગામી સમાચાર