Home /News /crime /

સુરતઃઆંગડીયા કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરી રૂ.50લાખના હિરાની લૂંટ

સુરતઃઆંગડીયા કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરી રૂ.50લાખના હિરાની લૂંટ

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં આંગડીયા પેઢીના બે કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કરી રૂપિયા 50 લાખના હીરાની લુંટ ચલાવાની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાના પગલે સુરત પોલીસ દોડતી થઇ ગઇ છે.

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં આંગડીયા પેઢીના બે કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કરી રૂપિયા 50 લાખના હીરાની લુંટ ચલાવાની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાના પગલે સુરત પોલીસ દોડતી થઇ ગઇ છે.

  • Web18
  • Last Updated :
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં આંગડીયા પેઢીના બે કર્મચારીઓ ઉપર
જીવલેણ હુમલો કરી રૂપિયા 50 લાખના હીરાની લુંટ ચલાવાની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાના પગલે સુરત પોલીસ દોડતી થઇ ગઇ છે.

agadia lutaya1

આંગડીયા પેઢીના કર્મચારી મુકેશ પટેલ અને દશરથ શહેરના હિરા બજાર ખાતે
નવરત્ન બિલ્ડીંગમાં આવેલી પી શેલૈષ કુમાર આંગડીયા પેઢીમાં લાંબા સમયથી
કામ કરે છે. આંગડીયા પેઢીના માલીક ગોવીંદભાઇએ મુકેશ અને દશરથને એક કાળા રંગનુ હિરાના પેકેટ અને અન્ય સામાગ્રી ભરેલુ બેગ આપ્યુ અને અમરેલી
પહોંચાડવાનુ જણાવ્યુ હતું.

બન્ને જણા પોતાની બાઇક પર સવાર થઇ ઓફીસથી બાઇક પર બેસી બસ ડેપો જઇ રહ્યા હતા કે અચાનક માતાવાડી પાસે મોહનની ગલીમાં બે બાઇક
ઉપર ચાર અજાણ્યા ઇસમો આવ્યા હતા. તેઓએ મુકેશ અને દશરથની બાઇકને આંતરી પહેલા તો બોથઢ પદાર્થવડે મુકેશ પર હુમલો કરી દીધો હતો. હજુ તો દશરથ કઇ સમઝે તે પહેલા તેના પણ માથા પર હુમલો કરી દેવામાં આવ્યો અને જોતજોતામાં અજાણયા ચાર ઇસમો બેગ લુંટી હવામાં અદ્રશ્ય થઇ ગયા હતા.

ઘટનામાં ગંભીર રીતે ઘાયલ મુકેશ અને દશરથને તાત્કાલીક સારવાર
અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક બાજુ તેમની સારવાર ચાલી રહી હતી તો બીજી બાજુ આંગડીયા પેઢીના કર્મચારી લુટાયા તેવા સમાચાર સાંભળી પોલીસના ઉપરી અઘિકારીઓ પણ દોડી આવ્યા હતા. પોલીસે આગડીયા પેઢી ના માલીક ગોવીંદ ભાઇને પણ બોલાવ્યા અને તેમની પુછતાછ કરતા બહાર આવ્યુ કે લુટાયેલી બેગમાં એક બે કે પાંચ દસ નહીં પરંતુ 48 થી 50 લાખ રૂપિયાના હિરા હતા. જે અમરેલી વેપારીઓને પહોંચાડવાના હતા.
First published:

Tags: આંગડિયા કર્મચારી, ક્રાઇમ, ગુજરાત, ગુનો, તપાસ, પોલીસ, લૂંટ, સૂરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन