Home /News /crime /

ઉપરી અધિકારીઓના ત્રાસથી યુજીવીસીએલ કર્મચારીનો આપઘાત

ઉપરી અધિકારીઓના ત્રાસથી યુજીવીસીએલ કર્મચારીનો આપઘાત

હિંમતનગરઃ ગાંધીનગરના અડાલજમાં યુજીવીસીએલમાં ફરજ બજાવતા કર્મચારીએ પોતાના ઉપરી અધીકારીઓના ત્રાસને લઇને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેમણે પોતાના ઉપરી અધીકારીઓના માનસીક ત્રાસ અંગેની ચીઠ્ઠી લખીને મુકતા પોલીસે બંને અધીકારીઓ સામે દુષ્પ્રેરણની ફરીયાદ દર્જ કરીને તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
હિંમતનગરઃ ગાંધીનગરના અડાલજમાં યુજીવીસીએલમાં ફરજ બજાવતા કર્મચારીએ પોતાના ઉપરી અધીકારીઓના ત્રાસને લઇને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેમણે પોતાના ઉપરી અધીકારીઓના માનસીક ત્રાસ અંગેની ચીઠ્ઠી લખીને મુકતા પોલીસે બંને અધીકારીઓ સામે દુષ્પ્રેરણની ફરીયાદ દર્જ કરીને તપાસ હાથ ધરી છે.

talod c

સાબરકાંઠાના હરસોલ ગામના વતની અને ગાંધીનગરના અડાલજ ખાતે આવેલી યુજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતાં પ્રકાશભાઇ વણકરને તેમના ઉપરી અધીકારીઓના અનહદ માનસીક ત્રાસ હતો અને જેને લઇને તેઓએ તેમના વતન સાબરકાંઠા ખાતે આવીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

ઉપરી અધીકારીઓ શ્રીમતી સીટી જાની,નાયબ ઇજનેર અડાલજ અને કાર્યપાલક ઇજનેર ગાંધીનગર જીલ્લાના જીએસ એન્જીનીયરનાઓએ છેલ્લા કેટલાંક સમયથી અનહદ ત્રાસ ગુજાર્યો હતો. જેને લઈ તેમણે પગલુ ભર્યુ છે. બંને અધીકારીઓએ પોતાની સાંઠગાંઠ રચીને ત્રાસ ગુજારાયો હતો.પ્રકાશભાઇને અનહદ માનસીક ત્રાસના પગલે લાગી આવતા આખરે તેઓએ પોતાના વતન સાબરકાંઠાના હરસોલ ખાતેના પોતાના ઘરે પહોંચીને જ્યાં ઘરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

આત્મહત્યા અગાઉ તેઓએ એક ચીઠ્ઠી લખી હતી અને જેમાં પોલીસના અધીકારીને સંબોધીને લખેલ આખરી પત્રમાં તેઓએ બંને નાયબ અને કાર્યપાલક ઇજનેરના ત્રાસને વર્ણવીને મરવાનુ કારણ તેમના ત્રાસને ગણાવ્યુ હતુ.તલોદ પોલીસે ઘટના અંગે ડેઇજનેર શ્રીમતી જાની અને કાર્યપાલક ઇજનેર સામે ફરીયાદ દર્જ કરીને બંને સામે દુષ્પ્રેરણની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે

તેમણે યુજીવીસીએલમાં ચાલતી પોલને પણ જાણે કે આ પત્ર દ્રારા છતી કરી હતી અને જીલ્લાના વીજ કંપનીના વડા ગણાતા કાર્યપાલક ઇજનેર અને સ્ટેશનના ડે ઇજનેર બંનેની સાંઢગાંઠથી વિજપુરવઠો અને જરૂરી સાધનો પણ નહી ફાળવાતા હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો છે. 
First published:

Tags: આપઘાત, કર્મચારી, ક્રાઇમ, ગુજરાત, ગુનો, ત્રાસ, મોત, વિરોધ, વિવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन