Jamshedpur: ઝારખંડના જમશેદપુરમાં એક હીચકારી ઘટના બની હતી જેમાં એક શિક્ષિકાએ ચોરી કરતી હોવાની આશંકાએ વિદ્યાર્થિનીનાં કપડાં ઉતરાવ્યા હતા જેના કારણે તેણીને ખોટું લાગી જતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જમશેદપુર: ઝારખંડના (jharkhand) જમશેદપુર (jamshedpur )ની શાળામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીને શિક્ષિકાએ કપડાં ઉતારવાની ફરજ પાડતા વિદ્યાર્થિનીને લાગી આવ્યું હતું, જેથી તેણે કેરોસીન રેડીને પોતાની જાતને આગ લગાવી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
શિક્ષિકાને શંકા હતી, કે વિદ્યાર્થીની એ તેના ડ્રેસમાં નકલ કરવા માટે કાપલી છુપાવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સળગેલી છાત્રાને તેના સંબંધીઓ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેની સ્થિતિ નાજુક છે. હવે શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધીને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
मुझे जानकारी मिली थी कि बच्ची नकल कर रही थी। बच्ची को भेज दिया था, इतना ही कहा था कि ये सब नहीं करना है.... कपड़े नहीं उतरवाए गए हैं, इसकी जानकारी मुझे नहीं है: स्कूल प्रिंसिपल, साकची, जमशेदपुर (14.10) https://t.co/BNED2t4DuXpic.twitter.com/rplYEU4O3e
પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે, મહિલા નિરીક્ષકે તેનું અપમાન કર્યું હતું અને ડ્રેસમાં કાપલી છુપાવવાની શંકાના આધારે તેને ક્લાસની બાજુના રૂમમાં કપડાં ઉતારવા દબાણ કર્યું હતું.
હાલમાં આ મામલામાં સાકચી પોલીસ સ્ટેશનના એએસઆઈ નાગેન્દ્ર પ્રતાપે જણાવ્યું હતું કે, ધો. 9ની વિદ્યાર્થીની એ કેરોસીન રેડીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. એવું પણ કહેવાય છે કે, કોપી કરતા પકડાયેલી વિદ્યાર્થીનીના કપડા શિક્ષિકાએ ઉતારી દીધા હતા. અમે સત્યની તપાસ કરી રહ્યા છીએ. અમારા આવતા પહેલાં છાત્રાને અહીં હોસ્પિટલ લાવવામાં આવી હતી.
ઘરે પહોંચી જાત જલાવી
વધુ માહિતી મુજબ શારદામણિ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ 9ની વિદ્યાર્થીની પરીક્ષા પછી ઘરે પહોંચી અને તેણે પોતાને આગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આરોપ છે કે શાળામાં પરીક્ષા દરમિયાન એક શિક્ષિકાએ નકલ કરવાની આશંકાથી છાત્રાના કપડા ઉતાર્યા હતા. મામલો શુક્રવારે સાંજે પાંચ વાગ્યાનો છાયાનગર બસ્તીનો છે. આગથી દાઝી ગયેલી છાત્રાને ગંભીર હાલતમાં એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી તેને ટીએમએચમાં લઈ જવાઈ હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેના શરીરનો 80 ટકા ભાગ દાઝી ગયો છે અને તેની હાલત નાજુક છે.
નારાજ પરિવારના સભ્યો અને ટીએમએચના રહેવાસીઓ ટીએમએચ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન તેમણે શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે TMH પહોંચીને છાત્રાનું નિવેદન લીધું હતું. પોતાના નિવેદનમાં તેણે કહ્યું કે, ક્લાસમાં મેડમે બધાની સામે તેના કપડા ઉતારી દીધા અને તેને માર માર્યો હતો, જેના કારણે તેણે પોતાની જાતને આગ લગાવી દીધી. વિદ્યાર્થીનીએ કહ્યું કે, તેણે પરીક્ષામાં નકલ કરી નથી
પ્રિન્સિપાલે આક્ષેપોને ખોટા ગણાવ્યા
શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે, મને માહિતી મળી છે તે મુજબ તે વિદ્યાર્થીની નકલ કરી રહી હતી. આ દરમિયાન તેને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે તેણે નકલ ન કરવી જોઈએ. પ્રિન્સિપાલે કહ્યું કે, છાત્રાના કપડાં ઉતારવામાં આવ્યા નથી.
બહેનોને બહાર મોકલીને પોતે આગ ચાંપી
વિદ્યાર્થીનીની મોટી બહેનોએ જણાવ્યું કે, નાની બહેનની બીજી શિફ્ટમાં સાયન્સની પરીક્ષા હતી. તે ઘરે પછી આવી ત્યારે ઘણી ગુમસુમ હતી. અમે અમારી પિતરાઈ બહેન ને તેની પાસે મોકલી હતી.ત્યારબાદ તેણે ઘરમાં રાખેલ કેરોસીન પોતાના પર ઠાલવી આગ ચાંપી દીધી હતી. તેની ચીસો સાંભળીને અમે ત્યાં પહોંચ્યા અને કોઈક રીતે આગ બુઝાવી દીધી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર