વેરાવળઃ 11 સાયન્સમાં પરિણામ નબળું આવતા વિદ્યાર્થીનો આપઘાત
વેરાવળઃ 11 સાયન્સમાં પરિણામ નબળું આવતા વિદ્યાર્થીનો આપઘાત
વેરાવળઃગીરસોમનાથના પ્રાસલીના વિદ્યાર્થીએ પરિણામ નબળું આવતા આપઘાત કરી લેતા ચકચાર મચી છે. વિદ્યાર્થી રાજકોટની શાળામાં 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જો કે ગઇકાલે જાહેર થયેલુ સેમેસ્ટર-1નું પરિણામ બાદ તે હતાશ થઇને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.
raj apgar vidyarthi

સુત્રાપાડા નાં પ્રાસલી ગામે રહેતા અને રાજકોટની પોપ્યુલર માધયામિક શાળા માં 11 સાયન્સ માં અભ્યાસ કરતા ઉતમ કાનજી ભાઈ સોલંકી નામના વિદ્યાર્થી એ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતૂ. જ્યારે સ્કૂલના સંચાલકો અને સાથી વિદ્યાર્થીઓમાં પણ આ ઘટનાનો ભારે આઘાત છવાયો છે.. કરૂણતા તો એ છે કે જ્યારે બોર્ડના છબરડા વાળી રિઝલ્ ગઈકાલે સૂધરીને જાહેર થયૂ ત્યારે મૃતક ઉતમ સંસ્કૃત વિષયમાં 60 માર્કસ સાથે પાસ જાહેર થયો હતો.
રાજકોટ માં આવેલ પોપ્યુલર માધ્યમીક શાળા માં ધો.11 સાયન્સ માં અભ્યાસ કરતો હોય જેણે પરીક્ષા અગાઊ પરીવાર મીત્રો ને વીશ્વાસ સાથે કહેલ કે આ પરીક્ષા માં હુ 75 થી 80 % જરૂર લાવીશ જ તેને પોતા પર પુરો વીશ્વાસ હતો બન્યું એવું કે ગઈ કાલે શીક્ષણ વીભાગ જે છબરડો વાળ્યો તેમાં ઊત્તમ નો ભોગ લેવાયો,,જ્યારે 11 સાયન્સ નું પ્રથમ પરિણામ જાહેર કરાયું ત્યારે ઈન્ટરનેટ માં જોતાં ઊત્તમ ને 46 % માર્ક આવ્યા હતા.
જે જોઈ ઊત્તમ ને પોતાની મહેનત અને જીવન પર થી વીશ્વાસ જ ઊઠી ગયો તેણે તુંરત રાજકોટ માં ઝેરી દવા પી લીધી અને તેને ગંભીર હાલતમાં હોસ્પીટલમાં ખસેડાયો હતો. જ્યાં તે ગંભીર સ્થીતી માં હતો ત્યારે પાંચેક કલાક બાદ શિક્ષણ વીભાગે ફરી પરીણામ જાહેર કર્યું જેમાં ઊત્તમ ને 76 % આવ્યા પરંતુ તે જાણવા ઊત્તમ જીવીત ન હતો.
સૌરાષ્ટ્રમાં ભણતરના ભારમાં ત્રણ જ દિવસમાં બે વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધા છે. ભાવનગરમાં પણ બે દિસ અગાઉ કેનીલે આપઘાત કરી લીધો હતો. કાળુભા રોડ પર મહાવીર પેલેસ ફ્લેટમાં રહેતો ભાવસાર શૈલેષ એમ સરવૈયાનો પુત્ર કેનીલ શહેરની જ્ઞાન મંજરી સ્કુલમાં ધો.11 સાયન્સમાં ભણતો હતો.તે છેલ્લા કેટલાક દિવસથી પરિણામને લઇને ચિંતિત હતો. કાલે પરિણામ જાહેર થાય તે પહેલા જ તેણે ઘરમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
ભાવનગરના કેનિલને મળ્યા 85 પર્સન્ટાઇલ
ભાવનગરઃ નાપાસ થવાના ડરે પરિણામ અગાઉ જ ભાવનગરના કેનિલ સરવૈયાએ આપઘાત કરી લીધો હતો. જો કે 11 વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં કેનિલને 85 પર્સન્ટાઇલ મળ્યા છે. કેનીલે પરિણામના ડરે ઘમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મનોચિકિત્સકોનું માનવું છે કે, કિશોરોની વયને લયને માતાપિતાએ જાગૃત બનવુ જોઇએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર