Home /News /crime /સ્ટ્રગલિંગ એક્ટ્રેસ ઉપર હેવાનિયત! નોકરાણીના કપડા ઉતરાવ્યા, પછી માર્યો ઢોર માર, video બનાવ્યો
સ્ટ્રગલિંગ એક્ટ્રેસ ઉપર હેવાનિયત! નોકરાણીના કપડા ઉતરાવ્યા, પછી માર્યો ઢોર માર, video બનાવ્યો
પ્રતિકાત્મક તસવીર
Mumbai crime news: પીડિતા (maid) છેલ્લા ચાર મહિનાથી તેના ઘરે કામ કરતી હતી. પીડિતાએ પોલીસને (police) જણાવ્યું કે આરોપી મહિલાએ તેની સાથે અનેક વખત મારપીટ (girl beats maid) કરી હતી.
મુંબઈઃ મુંબઈના (Mumbai) વર્સોવામાં એક સગીર નોકરાણીની (minor maid) સાથે બર્બરતાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે કામ પુરુ ન કરવાના કારણે સગીર નોકરાણીના કપડા (maid harrasment) ઉતરાવ્યા હતા અને પછી તેની સાથે મારપીટ કરવામાં (maid beats) આવી હતી. માનવામાં આવે છે કે આરોપી એક સ્ટ્રગલિંગ એકટ્રેસ (Struggling Actress) છે તે પોતાના ફ્લેટમાં એકલી રહે છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસું કહેવું છે કે આરોપી મહિલાને એ વાતની જાણ હતી કે છોકરી સગીર છે. તો પણ તેણે કામ ઉપર રાખી હતી. પીડિતા છેલ્લા ચાર મહિનાથી તેના ઘરે કામ કરતી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે આરોપી મહિલાએ તેની સાથે અનેક વખત મારપીટ કરી હતી. વારંવાર એ બોલીને તેને મારવામાં આવી હતી કે તે સારું કામ કરતી નથી.
કપડા ઉતારીને ફોટા પાડ્યા પીડિતાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે તે સોમવારે રાત્રે તેનાથી કામ પુરુ કરવામાં મોડું થયું જેથી તેને મારવામાં આવી હતી. જબદસ્તીથી તેના પકડા ઉતરાવ્યા હતા. ત્યારબાદ તેનો વીડિયો બનાવ્યો અને ફોટો પાડ્યા હતા. સગીરાની બહેને તેના શરીર ઉપર ઈજાના નિશાન જોયા તો પીડિતાએ પોતાની આપવીતી વ્યક્ત કરી હતી. પીડિતાના નિવેદન બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી.
પોલીસે આરોપી મહિલાની કરી ધરપકડ પોલીસે કલમ 326, 354 (બી), 504 અંતર્ગત કેસ નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે મહિલા એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ છે. તેને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે. આ ઘટના બાદ સગીરા એકદમ ડરેલી છે.
દિલ્હીમાં પણ નોકરાણી ઉપર થયો હતો અત્યાચાર તાજેતરમાં દિલ્હીમાં એક અમિર ઘરની યુવતીએ પણ નોકરાણી ઉપર અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો. મળતી માહિતી પ્રમાણે સગીર નોકરાણીને ઘરમાં કેદ કરીને તેની ઉપર ગરમ પાણી નાંખ્યું હતું. એટલું જ નહીં પોતાના પાળતું શ્વાનથી બટકા ભરાવ્યા હતા. આટલું ઓછું પડતું હોય તેમ યુવતીએ નોકરાણીને દંડા વડે માર માર્યો હતો. જોકે, પોલીસે સગીર નોકરાણીને ઘરમાંથી મૂક્ત કરાવી છે. પરંતુ તેની હાલત જીવતી લાશ જેવી થઈ ગઈ છે. પોલીસે જલ્લાદ યુવતીની ધરપકડ કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર