Home /News /crime /Crime : સાધુના વેશમાં શૈતાન! દુષ્કર્મના આરોપીએ કાનૂનને ચકમો આપવા માટે અપનાવી આ વિચિત્ર તરકીબ

Crime : સાધુના વેશમાં શૈતાન! દુષ્કર્મના આરોપીએ કાનૂનને ચકમો આપવા માટે અપનાવી આ વિચિત્ર તરકીબ

પકડાયેલો આરોપી

Uttar Pradesh Crime News: . બાળકી પર બળાત્કારનો આરોપી કાયદો અને પોલીસને છેતરવા સાધુના વેશમાં અયોધ્યામાં અન્ય સાધુઓ સાથે રહેતો હતો. આમ છતાં આરોપી કાયદા કે પોલીસને (police) ચકમો આપી શક્યો નથી.

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીની કરતૂતો સાંભળીને તમે પણ દાંત નીચે આંગળી દબાવી જશો. બાળકી પર બળાત્કારનો આરોપી કાયદો અને પોલીસને છેતરવા સાધુના વેશમાં અયોધ્યામાં અન્ય સાધુઓ સાથે રહેતો હતો. આમ છતાં આરોપી કાયદા કે પોલીસને (police) ચકમો આપી શક્યો નથી. આખરે હરદોઈ પોલીસે (Hardoi police) અયોધ્યાની એક સગીર બાળકી પર બળાત્કાર કરવાના આરોપસર આ ગુનેગારની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે આરોપીની લાંબા સમય સુધી શોધખોળ કરી હતી. આખરે તેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પોલીસે સાધુના વેશમાં આવેલા શેતાનનો ચહેરો બેનકાબ કર્યો હતો. બાળકી પર બળાત્કારનો આરોપી અજીત પ્રતાપ સિંહ હરદોઈના સંદિલા કોતવાલી વિસ્તારના લુમામાઉ ગામનો રહેવાસી છે. હવે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સગીરા પર બળાત્કાર કર્યા બાદ બન્યો હતો સાધુ
મળતી માહિતી મુજબ આરોપી અજીત પ્રતાપ સિંહે સગીર બાળકી પર બળાત્કાર કર્યો અને પછી પોલીસ- તંત્રથી બચવા માટે તે સાધુ બનીને અયોધ્યામાં રહેવા લાગ્યો હતો. આખરે પોલીસે તેની ધરપકડ કરી હતી. અજિત હરદોઈના સંદિલા વિસ્તારની બાળકીને ભોળવીને લઈ ગયો અને તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છે. કેસ નોંધાયા બાદ આરોપીની હરદોઈ પોલીસે અયોધ્યાથી ધરપકડ કરી હતી. પોલીસ તેને ઘણા સમયથી શોધી રહી હતી. કોર્ટ તરફથી અજિત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ-Pati, patni aur woh! અમદાવાદઃ 'હું તેને ઘરમાં બેસાડવાનો છું, અને તને કાઢી મૂકવાની છે'

શું હતો આરોપ
સંદિલા પોલીસ સ્ટેશન વિસ્તારના લુમામાઉ ગામના રહેવાસી અજીત પ્રતાપ સિંહના પુત્ર શિવ પ્રતાપ સિંહ પર 3 જાન્યુઆરીએ એક પરિચિતની દીકરીને લલચાવીને બળાત્કાર કરવાનો આરોપ છે. આ બનાવમાં કેસ નોંધાયો ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે બાળકી સામે પડોશી યુવકે નગ્ન થઈને કર્યાં ગંદા ઈશારા, પછી થઈ જોવા જેવી

આરોપીની ધરપકડ કરી મોકલાયો જેલ
એસપી રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આરોપીઓની ધરપકડ માટે જિલ્લા પોલીસ અને સંદિલા પોલીસની સંયુક્ત ટીમની રચના કરવામાં આવી હતી. બાતમીદારો અને સર્વેલન્સ ડેટા એનાલિસિસ દ્વારા આરોપી અયોધ્યામાં હોવાનું જાણવા મળ્યુ હતું. આ સાથે એ પણ જાણવા મળ્યું હતું કે, આરોપી અજીત સાધુના વેશમાં રહે છે. પોલીસે તપાસ કરી તેની ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
First published:

Tags: Crime news, ​​Uttar Pradesh News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો