ધો.10ના વિદ્યાર્થીએ સ્કૂલની બહાર ધો.11ના વિદ્યાર્થીની ચપ્પાના ત્રણ ઘા મારી કરી હત્યા, માતાને બોલી હતી ગાળો
ધો.10ના વિદ્યાર્થીએ સ્કૂલની બહાર ધો.11ના વિદ્યાર્થીની ચપ્પાના ત્રણ ઘા મારી કરી હત્યા, માતાને બોલી હતી ગાળો
પ્રતિકાત્મક તસવીર
delhi crime news: માનવામાં આવે છે કે કિશોરે કથિત રીતે આરોપીની (accused) માતાને ગાળ (cuss word for mother) આપી હતી. ત્યારબાદ તેણે આરોપીની માફી પણ ન માંગી તો આરોપી તેને ચાકુ વડે મોતને (murder with knife) ઘાટ ઉતાર્યો હતો.
નવી દિલ્હીઃ દક્ષિણ પૂર્વી દિલ્હીના (delhi crime news) ઓખલા વિસ્તારમાં 17 વર્ષીય એક સ્કૂલી વિદ્યાર્થીએ એ સ્કૂલમાં અભ્યાસ કરનારા એક અન્ય વિદ્યાર્થીને ચાકુ મારીને હત્યા (student murder) કરી દીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના શુક્રવારની ઓખલાના તેહખંડ વિસ્તારની એક સરકારી સ્કૂલના બહાર ઘટી હતી. માનવામાં આવે છે કે કિશોરે કથિત રીતે આરોપીની માતાને ગાળ (cuss word to mother) આપી હતી. ત્યારબાદ તેણે આરોપીની માફી પણ ન માંગી તો આરોપી તેને ચાકુ વડે મોતને (knife attack) ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આરોપીને બાળ સુધાર કેન્દ્રની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ઘટના સમયે બંને વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મમાં હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલામાં મોતને ભેટેલો યુવક 11માં ધોરણમાં ભણતો હતો અને આરોપીએ તેને ત્રણ વખત ચપ્પાના ઘા માર્યા હતા. જેના કારણે કિશોરને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ અધિકારીને તપાસમાં જાણવા મળ્યું હતું કે, 15 વર્ષીય આરોપી એજ સ્કૂલમાં 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે 17 વર્ષના કિશોર ઉપર ત્યારે હુમલો કર્યો જ્યારે તેમ સ્કૂલથી છૂટીને સ્કૂલની બહાર ફરતો હતો. પોલીસે કહ્યું કે આરોપી વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ઝડપથી એફઆઈઆર નોંધાવવા માટે કહ્યું
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આ દિવસોમાં ગુનાના કિસ્સાઓ વધી ગયા છે. કાલેજ દક્ષિણી દિલ્હી સ્થિત લાજપત નગર સેન્ટ્રલ માર્કેટ વિસ્તારમાં ઘરેલુ નોકરાણી તરીકે કામ કરનારી 19 વર્ષીય યુવતીની સળગાવીને હત્યાનો મામલો સામે આવ્યો છે. તેમની હત્યા કરવાનો મામલો મકાન માલિક ઉપર આવ્યો છે.