SRP જવાન,આચાર્ય સહિત જુગાર રમતાં 21 શખ્સો ઝડપાયા

અમદાવાદઃ અમદાવાદમાં એફ ડિવિઝને અસારવા વિસ્તારમાં રેડ કરી 21 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જુગારીઓમાં એક SRP જવાન તેમજ ફોરમ સ્કૂલનો આચાર્ય પણ સામેલ હતો.

અમદાવાદઃ અમદાવાદમાં એફ ડિવિઝને અસારવા વિસ્તારમાં રેડ કરી 21 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જુગારીઓમાં એક SRP જવાન તેમજ ફોરમ સ્કૂલનો આચાર્ય પણ સામેલ હતો.

  • Web18
  • Last Updated :
  • Share this:
અમદાવાદઃ અમદાવાદમાં એફ ડિવિઝને અસારવા વિસ્તારમાં રેડ કરી 21 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જુગારીઓમાં એક  SRP જવાન તેમજ ફોરમ સ્કૂલનો આચાર્ય પણ સામેલ હતો.

અમદાવાદમાં દારુ તેમજ જુગારના કિસ્સાઓ વધતા જાય છે. ત્યારે આવા ગુનાઓને રોકવામાં પોલીસ સક્રીય બની છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી ભોગીલાલની ચાલીમાંથી એક દુકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યાં એફ ડિવિઝનનાં એસીપી મંજીતા વણઝારાએ રેડ કરી હતી. આ રેડમાં 21 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

તેમાંથી એક આરોપી  નાસી છૂટ્યો હતો. આ જુગારીઓમાં એક  SRP જવાન તેમજ ફોરમ સ્કૂલનો આચાર્ય પણ સામેલ હતો. પોલીસે આ રેડમાં 29મોબાઈલ તેમજ 3.50 લાખથી વધુની રોકડ કબજે કરી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
First published: