હરિયાણાના પાનીપતમાં બળાત્કારીઓએ હેવાનીયતની બધી જ હદો પાર કરી દીધી છે. શનિવાર રાતના પહેલા બે આરોપીઓએ 11 વર્ષીય દલિત છોકરીનો ગેંગરેપ કર્યો હતો અને તેના પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી. આટલેથી જ ન અટકતા હત્યા પછી પણ તેના મૃતદેહ સાથે પણ બળાત્કાર કર્યો હતો.
આ ઘટના પાનીપતના મતલૌડા ગામમાં થઈ હતી. પોલીસ પ્રમાણે ગેંગરેપના બે આરોપીઓ 27 વર્ષીય પ્રદિપ કુમાર અને 22 વર્ષીય સાગરે પહેલા સગીરા સાથે ગેંગરેપ કર્યો અને પછી તેની હત્યા કરી નાંખી. હત્યા પછી પણ સગીરાના મૃતદેહ સાથે પણ કલાકો બળાત્કાર કર્યો. જેના પછી મૃતદેહને ગામની સીમ પાસે ફેંકી આવ્યાં.
11 વર્ષીય પિડીતા પોતાના દાદા- બા સાથે રહેતી હતી. માતાએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા બાદ બીજી લગ્ન કરી લીધુ હતુ. પોલીસ પ્રમાણે મુખ્ય આરોપી પ્રદિપ વિવાહીત હતો અને તેણે શનિવારે સગીરાને એ સમયે પોતાના ઘરે બોલાવી જે સમયે તેના ઘરમાં કોઈ ન હતું. પ્રદીપ અને તેનો મિત્ર સાગર બંન્ને દારૂ પી રહ્યાં હતા. પહેલા તેમણે સગીરા સાથે છેડછાડ શરૂ કરી અને તેના પછી બળાત્કાર કર્યો. તે બાદ ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી. પોલીસને આપેલ નિવેદનમાં આરોપીઓએ કહ્યું કે તેમણે લાસ સાથે પણ બળાત્કાર કર્યો હતો.
હરિયાણામાં 24 કલાકમાં 3 ગેંગરેપ
હરિયાણામાં અપહરણ અને ગેંગરેપની 24 કલાકમાં સતત 3 ઘટનાઓ બની છે. આ 3 ઘટનાઓ પાનીપત,જીંદ અને ફરીદાબાદમાં સામે આવી છે. આ બધી જ ઘટનાઓમાં અપહરણ કરીને ગેંગરેપ કર્યાની વાત સામે આવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર