સંપત્તિ હડપવા પુત્રએ કરી પિતાની હત્યા, લાશના ટુકડાં કરી નાખ્યાં

દિલ્હીમાં પિતાની સંપત્તિ હડપવા માટે પુત્રએ તેમની છરીની ઘા મારીને હત્યા કરી નાખી. હત્યા બાદ પિતાની લાશના નાનાં નાનાં ટુકડાં પણ કરી નાખ્યાં હતાં.

News18 Gujarati
Updated: May 22, 2019, 12:23 PM IST
સંપત્તિ હડપવા પુત્રએ કરી પિતાની હત્યા, લાશના ટુકડાં કરી નાખ્યાં
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 22, 2019, 12:23 PM IST
નવી દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હીના શાહદરામાં એક ખતરનાક ઘટના સામે આવી છે. અહીં સંપત્તિ માટે એક પુત્રએ પોતાના પિતાની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. પુત્રએ પિતાની હત્યા કર્યા બાદ તેમની લાશના ટુકડાં કરી નાખ્યા હતા. જે બાદમાં લાશના ટુકડાંઓને અલગ અલગ થેલીમાં ભરીને નિકાલ કરવા જઈ રહ્યો હતો ત્યારે ઘર બહાર જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

આ ઘટના શાહદરાના ફર્શ બાઝાર પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે 22 વર્ષીય અમન પોતાના પિતાની દુકાન હડપ કરી જવા માંગતો હતો. અહીં તે સાયબર નેટની દુકાન ખોલવા માંગતો હતો. પિતા પોતાની આજીવિકા માટે કોસ્મેટિકની દુકાન ચલાવી રહ્યા હતા. આ વાતને લઈને બંને વચ્ચે અનેક વખત ઝઘડા થતાં હતા.

લાશને ઠેકાણે પાડવાનો કરી રહ્યો હતો પ્રયાસ

આરોપી પુત્રનું કહેવું છે કે તેના પિતા તેને સતત ઠપકો આપતા હતા. આ કારણે જ તેણે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. અમને પહેલા છરીના ઉપરાઉપરી ઘા મારીને પિતાની હત્યા કરી નાખી હતી, જે બાદમાં તેની લાશનાં ટુકડાં કરીને તેને ચાર થેલીમાં ભરીને ઠેકાણે પાડવા જઈ રહ્યો હતો ત્યારે જ પોલીસે તેને તેના ઘર બહારથી પકડી લીધો હતો.

દુકાન હડવા માંગતો હતો પુત્ર

મૃતકના ભાઈ-બહેનનું કહેવું છે કે પુત્રએ એક મહિના પહેલા જ પિતાને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે ઘટનામાં મૃતકની પત્ની અને બીજા બાળકો પણ સામેલ છે. આ લોકો અવારનવાર મૃતકને સંપત્તિ માટે પરેશાન કરતા હતા. કોર્ટમાં સંપત્તિને લઈને કેસ પણ ચાલી રહ્યો હતો. મૃતકે અડધી સંપત્તિ પહેલા જ તેની પત્ની અને બાળકોના નામે કરી દીધી હતી, છતાં તે લોકો મૃતકની દુકાન હડપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મૃતક આ દુકાન દેવા માટે તૈયાર ન હતા.
Loading...


પોલીસ કરી રહી છે તપાસ

ઘટના બાદ પોલીસ કેસની તપાસમાં લાગી છે. પોલીસ દરેક દીશામાં તપાસ કરી રહી છે. જે ઘરે હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે તેની આસપાસ રહેતા લોકોની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.
First published: May 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...