Home /News /crime /

રાજકોટઃ જમાઈને છરીના ઘા મારી સસરાએ વેવાઈને ફોન કર્યો, 'દીકરાનું મોઢું જોવું હોય તો ઘરે આવી જાવ'

રાજકોટઃ જમાઈને છરીના ઘા મારી સસરાએ વેવાઈને ફોન કર્યો, 'દીકરાનું મોઢું જોવું હોય તો ઘરે આવી જાવ'

આરોપી સસરો અને મૃતક જમાઈની તસવીર

બોલાચાલીના કારણે પત્ની સસરાને સાળીએ મળીને ફારૂક મસાણી નામના જમાઈની હત્યા કરી હતી. છરીના તેમજ ઈંટના ઘા ઝીંકીને માથા પેટ તેમજ વાસાના ભાગે ઈજાવો પહોંચાડવામાં આવી હતી.

રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot) સંબંધોની હત્યા (Murder) કરનાર ફરાર સસરા હારૂનભાઇ જમાલભાઈ ભાડુકાની ક્રાઇમબ્રાન્ચ (rajkot crime branch) દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણ દિવસ પૂર્વે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્નીના આડા સંબંધોના (wife love affiar) કારણે પતિ પત્ની વચ્ચે ઉગ્ર (husband-wife fight) બોલાચાલી થઇ હતી. જે બોલાચાલીના કારણે પત્ની સસરાને સાળીએ મળીને ફારૂક મસાણી નામના જમાઈની હત્યા (son in law) કરી હતી. છરીના તેમજ ઈંટના ઘા ઝીંકીને માથા પેટ તેમજ વાસાના ભાગે ઈજાવો પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ મરણ જનારને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સમગ્ર મામલે મૃતકના પિતા રહેમાન ભાઈ મુસાણી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના હત્યારા દીકરાની પત્ની ઇલફિઝા ફારૂકભાઇ મુસાણી, સાળી મુમતાઝ બેન ઉર્ફે મુસ્કાન હારૂનભાઇ ભાડુલા તેમજ સસરા હારૂનભાઇ ભાડુલા વિરુદ્ધ આઈપીસીની કલમ 302, 114 તેમજ જી પી એક્ટ ની કલમ 135 (1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

બી ડિવિઝન પોલીસ મથકમાં હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે તાત્કાલીક અસરથી મુમતાઝ બેન ઉર્ફે મુસ્કાન તેમજ ઇલ્ફીઝા બહેનની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..

તો બીજી તરફ હત્યાના ગુનાના કામે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી હારુન ભાઈ ભાડૂલા ફરાર હોઈ જેને પકડવા માટે બી ડિવિઝન તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શોધખોળ કરી રહી હતી. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ના પી.એસ.આઇ પી.એમ.

આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળતી બસ સાથે ભટકાયો

આ પણ વાંચોઃ-કોરોનાનો કાળો કહેર! રાજકોટઃ મહેતા પરિવારનો માળો પીંખાયો, એક પરિવારના 6 સભ્યોને ભરખી ગયો કાળમુખો

ધાખડા અને તેમની ટીમના નગીનભાઈ ડાંગર અને સિધ્ધરાજ સિંહ જાડેજાને બાતમી મળી હતી કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હત્યાના ગુનાનો ફરાર આરોપી હારુન ભાડુલા ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં છુપાયેલો છે. જે બાતમીના આધારે તેને ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.સસરાએ કર્યો હતો મૃતકના પિતા ને ફોન 
મૃતકના પિતા રહેમાન ભાઈ દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, મારા દીકરાના સસરા પક્ષના લોકો ગણેશનગરમાં રહે છે. ત્યારે સાંજના આઠેક વાગ્યાના અરસામાં મારા દીકરાના સસરા હારુન ભાઈ નો ફોન આવ્યો હતો કે, તમારા દીકરા નું મોઢું જોવું હોય તો ઘરે આવી જાવ.
Published by:ankit patel
First published:

Tags: Father-in-law, Son-in-law, ગુજરાત, ગુનો, રાજકોટ, હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन