Home /News /crime /નાનપણમાં માતા-પિતાએ મોકલ્યો બોર્ડિંગ સ્કૂલ, 40 વર્ષ પછી પુત્રએ લીધો ભયંકર બદલો

નાનપણમાં માતા-પિતાએ મોકલ્યો બોર્ડિંગ સ્કૂલ, 40 વર્ષ પછી પુત્રએ લીધો ભયંકર બદલો

બ્રિટનમાં એક વ્યક્તિએ તેના માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો.

બ્રિટનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 51 વર્ષના એક વ્યક્તિએ તેના વૃદ્ધ માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો. વાસ્તવમાં, 11 વર્ષની ઉંમરે, માતાપિતાએ તેને બોર્ડિંગ સ્કૂલમાં મોકલ્યો હતો. આ વાતથી તેને ખૂબ ગુસ્સો આવ્યો.

બ્રિટનમાં એક વ્યક્તિએ તેના માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની ઓળખ 51 વર્ષીય એડ લિંન્સે તરીકે કરી છે. જાણવા મળી રહ્યું છે કે, આ વ્યક્તિને 11 વર્ષની ઉંમરમાં તેના માતા-પિતાએ બોર્ડિંગ સ્કૂલમાં મોકલ્યો હતો. આ વાતથી તેને ખૂબ ગુસ્સો આવ્યો હતો. જેમા તેને બદલો લેવાના ઈરાદે તેણે 40 વર્ષ બાદ તેના વૃદ્ધ માતા-પિતા પર હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ એડ એક નિષ્ફળ બિઝનેસમેન છે. તેના પર તેના પિતાની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ હતો.

એક ન્યુઝ અહેવાલ મુજબ, એડ લિન્સે 22 એપ્રિલની મધ્યરાત્રિએ નેધર એલ્ડરલીના ચેશાયર વિસ્તારમાં તેના માતાપિતાના 1.2 મિલિયન ફાર્મહાઉસમાં જબરદસ્તીથી ઘુસી ગયો હતો. ત્યારબાદ તેણે તેના 85 વર્ષીય પિતા નિકોલસ ક્લેટન અને 82 વર્ષીય માતા જુલિયા પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! શિક્ષાના પાઠ ભણાવવાની જગ્યાએ લંપટ શિક્ષકે કર્યું ખરાબ કામ

લિન્સેએ તેના પિતા પર તેના બેડરૂમમાં હુમલો કર્યો હતો. જેના કારણે તેના માથા, કાન અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત પિતાને ખૂબ જ ગંભીર ઈજાઓ અને લોહી નીકળ્યું હતુ. તે 5 અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ રહ્યાં હતા. આરોપી લિન્સે તેની માતાના માથા પર પણ માર માર્યો હતો. બે બાળકોના પિતા આરોપી લિન્સેએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે વર્ષ 1980માં માતા-પિતાએ તેને ઓલ-બોય પબ્લિક સ્કૂલમાં મોકલ્યો હતો. અહીં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. તેને આ વાતનો ગુસ્સો આવ્યો અને તે તેના માતા-પિતા પર આ વાતનો બદલો લેવા માંગતો હતો.

એડ લિન્સેના માતા-પિતાના વકીલે કોર્ટને જણાવ્યું કે આરોપીએ ક્યારેય પણ તેના ઘરે બોર્ડિંગ સ્કૂલમાં શું થયું હતુ તેનો ઉલ્લેખ કર્યો નથી. માતા કહે છે કે એડ તેના પ્રત્યે લાંબા સમયથી નારાજ હતો. એડના માતા-પિતા કહે છે કે એડનું એવુ  માનવું હતું કે બોર્ડિંગ સ્કૂલમાં તેને જે તકલીફ પડી તેના જવાબદાર તેના  માતા-પિતાએ તેને વળતર આપવું જોઈએ. આ કેસમાં કોર્ટે આરોપી એડને માતા-પિતા પર ખૂની હુમલાના આરોપી જાહેર કર્યો છે.
First published:

Tags: Crime news, Latest crime news, Latest Crime news gujarati