વકીલના માધ્યમથી સોમનાથની કેજરીવાલને ચિઠ્ઠી, કહ્યું- મોદી સાથ આપે છે!
વકીલના માધ્યમથી સોમનાથની કેજરીવાલને ચિઠ્ઠી, કહ્યું- મોદી સાથ આપે છે!
પોતાની પત્નીની સાથે મારઝૂડના આરોપોથી ઘેરાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીની આગોતરા જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનeવણી થઇ હતી. આ દરમિયાન તેમના વકીલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને પત્ર લખીને આક્રોશ વ્યક્ત કર્યો છે.

નવી દિલ્હી# પોતાની પત્નીની સાથે મારઝૂડના આરોપોથી ઘેરાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીની આગોતરા જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનeવણી થઇ હતી. આ દરમિયાન તેમના વકીલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને પત્ર લખીને આક્રોશ વ્યક્ત કર્યો છે.
આ પત્રમાં લખ્યું છે કે, મોદી અને આપની સરકારમાં એક મોટો અંતર એ છે કે, ભલે સાચુ હોય કે ખોટુ, પીએમ મોદી તેમના સાથીઓનો સાથ આપે છે. જેનું ઉદાહરણ છે સુષ્મા સ્વરાજ અને સ્મૃતિ ઇરાની જે વિવાદોમાં ઘેરાયેલા રહ્યાં હતા. તો, કેજરીવાલે સોમનાથનો સાથ હાઇકોર્ટના આદેશ બાદ છોડી દિધો હતો. જો કે, સોમનાથ પાસે હજુ પણ સુપ્રીમ કોર્ટનો રસ્તો ખુલ્લો છે.
સોમનાથના વકીલે કેજરીવાલની સાથો સાથ દિલ્હી પોલીસને પણ ચિઠ્ઠી લખી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સોમનાથના માટે ભાગેડુ, કુખ્યાત અરોપી જેવા શબ્દોના ઉપયોગ ન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઇકોર્ટથી જામીન અરજી ફગાવ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ તેમને ત્યાં પણ રાહત ન મળી.
ધરપકડના ભયથી હાલ તેઓ ફરાર છે. પોલીસના ઘણા પ્રયત્નો બાદ પણ અત્યાર સુધી પોલીસના પકડથી બચી રહ્યાં છે. તેમના પર તેમની પત્નીની હત્યાની કોશિશ અને ઘરેલૂ હિંસાનો આરોપ લાગાવવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર