અભ્યાસમાં હોશિયાર બહેનથી ભાઈઓને ઈર્ષા, 2 વર્ષ સુધી કર્યો રેપ

News18 Gujarati
Updated: June 30, 2019, 9:35 PM IST
અભ્યાસમાં હોશિયાર બહેનથી ભાઈઓને ઈર્ષા, 2 વર્ષ સુધી કર્યો રેપ
પ્રતિકાત્મક તસવીર

પીડિત વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, તેના ભાઈઓ અને શિક્ષકે બે વર્ષમાં કેટલીએ વખત તેની સાથે રેપ કર્યો

  • Share this:
ઉત્તર પ્રદેશના સીતાપુરથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પિત્રાઈ ભાઈઓએ બહેનનો અભ્યાસ છોડાવવા માટે બે વર્ષ સુધી ગેંગ રેપ કર્યો. ભાઈઓની હેવાનીયતમાં શિક્ષકે પણ સાથ આપ્યો અને તેને પણ વિદ્યાર્થીની પર રેપ કર્યો. એક વોટ્સઅપ દ્વારા આ ઘટનાનો ખુલાસો થયો અને આરોપીઓ વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો. પીડિત વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, તેના ભાઈઓ અને શિક્ષકે બે વર્ષમાં કેટલીએ વખત તેની સાથે રેપ કર્યો.

ઉલ્લેખનીય છે કે, સીતાપુરમાં એક આઠમા ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીની અભ્યાસમાં ખુબ હોશિયાર હતી. પરિવારમાં અને સ્કૂલમાં તેના ખુબ વખાણ થતા હતા. જેના કારણે તેના પિત્રાઈ ભાઈઓ તેનાથી ઈર્ષા અનુભવતા હતા. તેના બંને પિત્રાઈ ભાઈઓ ઈચ્છતા હતા કે, તે અભ્યાસ છોડી દે. તેના માટે આરોપીઓએ બે વર્ષ સુધી પોતાની બહેન સાથે જ ગેંગરેપ કરતા રહ્યા. બંને આરોપીઓનું માનવું હતું કે, તેમના દ્વારા દુષ્કર્મ કરવાના કારણે તે અભ્યાસમાં નબળી થઈ જશે. બંને ભાઈઓની સાથે શિક્ષકે પણ તેની સાથે રેપ કર્યો.

વિદ્યાર્થીની અભ્યાસમાં ભાઈઓ કરતા આગળ હતી

આ ઘટનાને લઈ પોલીસનું કહેવું છે કે, આરોપી બંને ભાઈ ઈચ્છતા હતા કે, બહેન અભ્યાસમાં પાછળ થઈ જાય. કેમ કે, તે હંમેશા તેમનાથી આગળ રહેતી હતી. જ્યારે આરોપી ભાઈ ફેલ થઈ જતા હતા. પોલીસે કહ્યું કે, આરોપી ભાઈઓ અને શિક્ષક તેને બેભાન કરી વારાફરથી તેની સાથે રેપ કરતા હતા, અને વીડિયો બનાવતા હતા.

બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને ઘટના બધાની સામે આવી ગઈ. સીતાપુરના એસપી એલઆર કુમારે ફરિયાદની સંજ્ઞા લેવાની વાત કરી અને તેમનું કહેવું છે કે, તે ઝડપીમાં ઝડપી મેજીસ્ટ્રેટ સામે તેનું નિવેદન લેવડાવવાની તૈયારી કરી રહ્યા છે.
First published: June 30, 2019, 9:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading