Home /News /crime /Shradha Murder Case: એક ઝેરીલો સંબંધ શું કરી શકે? માં બાપ અને મિત્રોની વાત ન માની શ્રદ્ધા, સહન કરતી રહી

Shradha Murder Case: એક ઝેરીલો સંબંધ શું કરી શકે? માં બાપ અને મિત્રોની વાત ન માની શ્રદ્ધા, સહન કરતી રહી

શ્રદ્ધા વોકર હત્યા કેસ દિલ્હી

Shraddha Walker Delhi: શ્રદ્ધા કે જેની દિલ્હીમાં તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલા દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં છેલ્લે સુધી શ્રદ્ધાએ જે સહન કર્યું હતું તેની કહાની રડાવી દે એવી છે.

  Shradha Murder Case: વસઈની રહેવાસી 27 વર્ષીય શ્રદ્ધા વાલ્કર કે જેની દિલ્હીમાં તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલા (28) દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી હતી, તે તેની સાથે સંબંધ તોડવા માંગતી હતી. કારણકે અફતાબે તેણીને માનસિક ત્રાસ આપ્યો હતો અને ઘણી વખત શારીરિક ત્રાસ પણ ગુજાર્યો હતો. પરંતુ તેણીએ તેમનો સંબંધ ચાલુ રાખ્યો, કારણ કે તેણે તે ઈમોશનલ બ્લેકમેલ કરતો હતો અને તે કેહતો કે “જો તેણી તેને છોડી દેશે તો તે આત્મહત્યા કરીને મરી જશે”. શ્રદ્ધાના નજીકના મિત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને આ બાબતે જણાવ્યું હતું.

  મે મહિનામાં દિલ્હીમાં શ્રદ્ધાની હત્યા થઈ

  આ વર્ષે મે મહિનામાં દિલ્હીમાં શ્રદ્ધાની હત્યા થઈ તેના થોડા સમય પહેલા, તેણે ફોન પર એક નજીકના મિત્રને કહ્યું હતું કે તેમનો સંબંધ લગભગ તૂટી ગયો છે અને તે દિલ્હીમાં પોતાના માટે રહેવાની એક નવી જગ્યા શોધી રહી છે.

  તેણીના એક મિત્રએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, "તેઓ 2019થી લિવ-ઈન રિલેશનશિપમાં હતા, પરંતુ તે ખૂબ જ ગુસ્સેલ હતો અને તેણે તેના પર ઘણી વખત હુમલો કર્યો હતો. તેમના સ્વભાવ સંપૂર્ણપણે અલગ હતા; તે એક ઓપોઝિટ એટ્રક્શનવાળો કેસ હતો. છેવટે તેઓએ તેમના સબંધને કે આખરી તક આપવાનું નક્કી કર્યું હતું અને આ વર્ષે પ્રવાસ માટે હિમાચલ પ્રદેશ ગયા હતા. ત્યાં પણ તેઓ ઝઘડા કરતા હતા અને શ્રદ્ધાએ અમને કહ્યું હતું કે તેણીએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે અને તેમના સંબંધો સમાપ્ત થવાના આરે છે. હિમાચલ પ્રદેશના પ્રવાસ પછી તેઓએ દિલ્હીમાં થોડો સમય વિતાવવાનું નક્કી કર્યું અને મને લાગે છે કે તે 16 મેની રાહ જોઈ રહી હતી, જે તેમની એનિવર્સરી હતી.

  ડેટિંગ એપ્લિકેશન દ્વારા આફતાબને મળી

  વસઈના સ્થાનિક માણિકપુર પોલીસના જણાવ્યા મુજબ, બેચલર ઑફ માસ મીડિયા (BMM) ગ્રેજ્યુએટ શ્રદ્ધા મલાડમાં એક કૉલ સેન્ટરમાં કામ કરતી હતી અને 2019માં બમ્બલ નામની ડેટિંગ એપ્લિકેશન દ્વારા આફતાબને મળી હતી.

  શ્રદ્ધા વસઈની રહેવાસી હતી અને 2020માં મૃત્યુ પામનાર તેની માતા અને નાના ભાઈ સાથે રહેતી હતી. તેના પિતા તેમની સાથે રહેતા ન હતા. ઓક્ટોબર 2019માં તેણીએ પોતાનું ઘર છોડી દીધું અને આફતાબ સાથે રહેવા ગઈ હતી. બંને થોડા સમય માટે નાયગાંવ અને પછી વસઈમાં સાથે રહ્યા હોવાનું કહેવાય છે.

  રેસ્ટોરન્ટમાં શેફ તરીકે કામ કરતો

  આફતાબ પણ વસઈનો રહેવાસી હતો, તે એક રેસ્ટોરન્ટમાં શેફ તરીકે કામ હતો, જે પછીથી ફોટોગ્રાફર અને ફૂડ વ્લોગર બન્યો હતો. તેણે કોલ સેન્ટરમાં અને પછી આઈટી કંપનીમાં પણ કામ કર્યું. તે તેના માતાપિતા સાથે રેહતો હતો.

  ઓક્ટોબર 2019માં તેના માતા-પિતાએ તેમના સંબંધો સામે વાંધો ઉઠાવ્યા બાદ આ કપલે લિવ-ઇન રિલેશનશિપમાં આવવાનું નક્કી કર્યું અને બંને નાયગાંવમાં એક ઘરમાં રહેવા ગયા. 2020ની શરૂઆતમાં જ્યારે યારે તેની માતાનું હૃદયની બિમારીને કારણે મૃત્યુ થયું હતું, ત્યારે શ્રદ્ધા એકવાર તેના પરિવારની મુલાકાતે ગઈ હતી.

  શારીરિક યાતના આપતો હતો 

  2020માં શ્રદ્ધાએ એક મિત્રને ફોન કર્યો અને તેણીને કહ્યું કે આફતાબ તેને શારીરિક રીતે યાતના આપી રહ્યો છે

  તેના મિત્રએ કહ્યું "તેણીએ અમને જાણ કરી કે તે પોલીસ ફરિયાદ નોંધાવશે. પરંતુ તે તેને ઈમોશનલી બ્લેકમેલ કરતો હતો. મેં તેણીને ઘણી વખત ઘા છુપાવતા જોઈ છે.”

  2021માં તેણે કથિત રીતે તેના પર ફરીથી હુમલો કર્યો અને તેણીના મિત્રોએ તેના બચાવમાં આવવું પડ્યું.

  આ પણ વાંચો:  હૈવાનિયતની હદ! ફ્રિજમાં પડ્યા હતા શ્રદ્ધાનાં 35 ટુકડા અને આફતાબ એ જ રૂમમાં બીજી સાથે...

  “લગભગ જૂન અથવા જુલાઈમાં તેણીએ મને ટેક્સ્ટ કર્યો અને અમે તેને બચાવવા ગયા. મેં તેની ગરદન, નાક અને છાતીના ઉપરના ભાગમાં ઉઝરડા જોયા હતા. ત્યારે પણ અમે તેને ચેતવણી આપી હતી કે અમે પોલીસ ફરિયાદ કરીશું. બે દિવસ તે એક મિત્રના ઘરે રહી પણ ત્રીજા દિવસે ભગવાન જાણે કેવી રીતે તેણે તેને સમજાવી અને તે તેની સાથે રહેવા પાછી ગઈ. તે અફતાબના ખુબ પ્રભાવમાં હતી. તેણીએ અમને કહ્યું કે આફતાબ કહે છે કે તે આત્મહત્યા કરી લેશે અને તેણી માનતી હતી કે તે તેમ કરી શકે છે, તેથી તેણી પોલીસ પાસે ન ગઈ અને તેની સાથે રહી."

  આ પણ વાંચો: Shraddha Murder Case: બચાવી લો... મોત પહેલા WhatsApp પર શ્રદ્ધાએ મિત્રોને જુઓ શું કહ્યું હતું, ચોંકાવનારો ધડાકો

  શ્રદ્ધા તેના મિત્રો સાથે ફોન પર વાતચીત કરતી હતી, પરંતુ મેના અંત સુધી તમામ વાતચીત બંધ થઈ ગઈ હતી. 14 મેના રોજ તેણે એકે બહેનપણીને કહ્યું હતું કે "તે ફરી ફરીને આક્રમક વર્તન કરે છે અને હવે હું તેને છોડીને જાઉં છું."  તે બ્રેક-અપમાંથી સાજી થઈ રહી હશે એમ વિચારીને તેના મિત્રોએ બે મહિના સુધી રાહ જોઈ, પરંતુ જ્યારે તેણીએ તેમના મેસેજના જવાબ ન આપ્યા, ત્યારે તેઓએ તેને શોધવાનું શરૂ કર્યું અને સપ્ટેમ્બરમાં તેના પિતાને જાણ કરીને કહ્યું કે તેઓ શ્રદ્ધાનો સંપર્ક કરી શકતા નથી. તેના મિત્રો દ્વારા જણાવવામાં આવ્યા બાદ તેના પિતાએ વસઈ પોલીસનો સંપર્ક કર્યો, જેમણે ફરિયાદ માણિકપુર પોલીસને ટ્રાન્સફર કરી. માણિકપુર પોલીસે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને આફતાબની ધરપકડ કરી.
  First published:

  Tags: Crime news, Delhi Crime, Mumbai News, New Delhi, Shraddha Murder Case

  विज्ञापन
  विज्ञापन