Home /News /crime /Crime Alert: માની સાડીથી રમતો હતો બાળક, ગળામાં ફંદો લાગ્યો, કોઇ જુએ તે પહેલાં થયું મોત
Crime Alert: માની સાડીથી રમતો હતો બાળક, ગળામાં ફંદો લાગ્યો, કોઇ જુએ તે પહેલાં થયું મોત
માની સાડીથી રમતો હતો બાળક, ગળામાં ફંદો લાગ્યો, કોઇ જુએ તે પહેલાં થયું મોત
Chhattisgarh News: છત્તીસગઢનાં દુર્ગ જિલ્લામાં રહેનારા માનવ કુંભકારનું મોત માની સાડીથી રમતા રમતા થઇ ગયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સાથે જ પરિવારમાં અચાનક જ માતમનો માહોલ છવાઇ ગયો છે. રમતા રમતા બાળક પર જ્યારે નજર પડી તો તે મોતની ઉંઘમાં સરી ગયો હતો. 12 વર્ષનો બાળક માની સાડીનો ઝૂલો બનાવી તેનાં પર રમતો હતો. અચાનક જ ફંદો બાળકનાં ગળામાં ફંસાઇ ગોય અને તે બેભાન થઇને નીચે પડી ગયો. પરિવારજનો જ્યારે બાળકને લઇ હોસ્પિટલ પહોંચ્યાં તો ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. આ દર્દનાક ઘટના બાદ પરિવારમાં માતમનો માહોલ છવાઇ ગયો છે.
દુર્ગ: એક 12 વર્ષનો બાળક તેની માતાની સાડીનો હિચકો બનાવી રમતો હતો. સાડીનો ફંદો એ રીતે બાળકનાં ગળામાં ફંસાઇ ગયો કે, કોઇની નજર પડે તે પહેલાંતો દીકરાનું મોત થઇ ગયું. ઘટના બાદથી આખા પરિવારમાં અચાનક જ માતમનો માહોલ છવાઇ ગયો છે. રમતા રમતા બાળક પર જ્યારે નજર પડી તો તે મોતની ઉંઘમાં સરી ગયો હતો. 12 વર્ષનો બાળક માની સાડીનો ઝૂલો બનાવી તેનાં પર રમતો હતો. અચાનક જ ફંદો બાળકનાં ગળામાં ફંસાઇ ગોય અને તે બેભાન થઇને નીચે પડી ગયો. પરિવારજનો જ્યારે બાળકને લઇ હોસ્પિટલ પહોંચ્યાં તો ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. આ દર્દનાક ઘટના બાદ પરિવારમાં માતમનો માહોલ છવાઇ ગયો છે.
આ દર્દનાક ઘટના છત્તીસગઢનાં દુર્ગ જિલ્લાનાં નયાપારા પંચશીલ નગરમાં બની છે. ગત રવિવારે સાંજે મંજીત કુંભકારનો 12 વર્ષિય દીકરો માનવ કુંભકાર તેની માની સાડીનો ઝૂલો બનાવી તેનાં પર ઝુલતો હતો અને તેનો નાનો ભાઇ પણ ત્યાં જ રમતો હતો. બાળકોને રમતા જોઇ ઘરવાળા પણ નિશ્ચિત હતાં. આ વચ્ચે અચાનક જ માનવ બેભાન થઇને પડી ગયો. ઘરવાળાની નજર પડી તો માનવનાં શરીરમાં કોઇ જ હલચલ ન હતી. પરિવાર તેને લઇને હોસ્પિટલ પહોંચ્યું. જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો. રવિવારની સાંજની આ ઘટના બાદથી પરિવારમાં માતમનો માહોલ છે.
પોલીસે દાખલ કર્યો કેસ- હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ ઘટનાની સુચના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી જે બાદ પોલીસ આવી અને આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો. પરિવાર સાથે પુછપરછ ચાલુ છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ઘટના ગત સાંજની છ વાગ્યાની છે.
નયાપારા પંચશીલ નગર દુર્ગ નિવાસી મંજીત કુંભકારનો 12 વર્ષીય દીકરો તેની માતાની સાડીનો હિંચકો બનાવી રમતો હતો માનવ ધોરણ પાંચનો વિદ્યાર્થી હતો. તેનાં ઘરનાં બેડની ઉપર સાડીનો હિંચતો તેને બનાવ્યો હતો. બાળક બેભાન થઇને પડી ગયા બાદ પરિવારે 112 પર ડાયલ કરી ઇમર્જન્સી સેવા બોલાવી હતી. ઇઆરવીની ટીમની મદદથી બાળકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર