Home /News /crime /શેઇમ...શેઇમ, પ્રવાસન સ્થળે 45 છોકરીઓ સાથે ગેંગ રેપ

શેઇમ...શેઇમ, પ્રવાસન સ્થળે 45 છોકરીઓ સાથે ગેંગ રેપ

મહિલા સશક્તિકરણ અને સુરક્ષાના ચીંથરા ઉડાવતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્દોર નજીકના પ્રવાસન સ્થળ કજલીગઢમાં 45 છોકરીઓ સાથે ગેંગ રેપનો સનસનીખેજ મામલો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આ ખુલાસો પ્રેમી યુગલને નિશાન બનાવી લૂંટ કરતી ગેંગ પકડાતાં થવા પામ્યો છે. ગેંગ લીડરે કબલ્યું કે,એમની ગેંગના શખ્સોએ છેલ્લા 2 વર્ષમાં 45 છોકરીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. પરંતુ ચોંકાવનારી બાબત છે કે, કોઇ પણ પ્રેમી યુગલે આ મામલે કોઇ પોલીસ ફરીયાદ નોંધાવી નથી.

મહિલા સશક્તિકરણ અને સુરક્ષાના ચીંથરા ઉડાવતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્દોર નજીકના પ્રવાસન સ્થળ કજલીગઢમાં 45 છોકરીઓ સાથે ગેંગ રેપનો સનસનીખેજ મામલો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આ ખુલાસો પ્રેમી યુગલને નિશાન બનાવી લૂંટ કરતી ગેંગ પકડાતાં થવા પામ્યો છે. ગેંગ લીડરે કબલ્યું કે,એમની ગેંગના શખ્સોએ છેલ્લા 2 વર્ષમાં 45 છોકરીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. પરંતુ ચોંકાવનારી બાબત છે કે, કોઇ પણ પ્રેમી યુગલે આ મામલે કોઇ પોલીસ ફરીયાદ નોંધાવી નથી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
    મધ્યપ્રદેશ # ઇન્દોર # મહિલા સશક્તિકરણ અને સુરક્ષાના ચીંથરા ઉડાવતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્દોર નજીકના પ્રવાસન સ્થળ કજલીગઢમાં 45 છોકરીઓ સાથે ગેંગ રેપનો સનસનીખેજ મામલો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આ ખુલાસો પ્રેમી યુગલને નિશાન બનાવી લૂંટ કરતી ગેંગ પકડાતાં થવા પામ્યો છે.  ગેંગ લીડરે કબલ્યું કે,એમની ગેંગના શખ્સોએ છેલ્લા 2 વર્ષમાં 45 છોકરીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. પરંતુ ચોંકાવનારી બાબત છે કે, કોઇ પણ પ્રેમી યુગલે આ મામલે કોઇ પોલીસ ફરીયાદ નોંધાવી નથી.

    આવી રીતે બનાવતા નિશાન
    પ્રવાસન સ્થળ કજલીગઢ ઇન્દોરથી 16 કિલોમીટર દુર છે, પ્રેમી યુગલો અહીં એકાંતની શોધમાં મોટી સંખ્યામાં આવે છે. આવામાં આ ગેંગ એકાંતનો લાભ લઇ હથિયાર બતાવી પ્રેમી યુગલને લૂંટી લેતા અને યુવતી સાથે દુષ્કર્મ કરાતું. ગેંગ લીડર શ્રીરામે કબુલ્યું કે, પિકનિક સ્પોટ પર પ્રેમી યુગલ એકલું દેખાય તો ગેંગના શખ્સો એને ઘેરી લેતા અને પ્રેમીને બંધક બનાવી લેવાતો અને પ્રેમિકા સાથે બળજબરી કરાતી હતી.

    ગેંગ લીડરે 18 સાથે કરી બળજબરી
    લુટારૂ ગેંગના કારનામા નરાધમોને પણ શરમાવે એવા છે. આ ગેંગે 45 છોકરીઓ સાથે દુષ્કર્મ કર્યું છે. જેમાં ગેંગના લીડરે 18 છોકરીઓ સાથે બળજબરી કરી હોવાનું સામે આવ્યું છે. 30 વર્ષિય ગેંગ લીડર દારૂનો લતી છે. દારૂ પીવા માટે પ્રવાસી પ્રેમી યુગલોને નિશાન બનાવતો હતો.

    વીડિયો ક્લિપિંગ પણ ઉતારતા
    છોકરીઓ સાથે સામુહિક બળજબરી કરતી પળોનું આ ગેંગ દ્વારા વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવતું હતું. એકાંતની શોધમાં અહીં આવતા પ્રેમી યુગલો પરિવારજનોના ડર અને ભયને લીધે પોતાની સાથે બનતી આ ઘટના અંગે પોલીસ ફરીયાદ પણ કરતા ન હતા.

    લૂંટની ઘટનાથી થયો પર્દાફાશ
    કજલીગઢમાં ફરવા ગયેલા બીટેકના કેટલાક છાત્રો સાથે આ ગેંગના શખ્સોએ 14મી જૂને મારામારા કરી લૂંટફાટ કરી હતી. જેની બાજુના સિમરોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ બાદ સંજય કટારા, કરણ ડાવર અને અન્ય એક કિશોરની ધરપકડ કરી હતી. પુછપરછમાં ગેંગ લીડર શ્રીરામનો ખુલાસો થયો હતો. પોલીસે એને ઝડપી લેતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

    નવા મોબાઇલથી ગેંગ પકડાઇ
    લૂટની વધતી ઘટનાઓ પોલીસ માટે પણ પડકારજનક હતી. પોલીસે કજલીગઢ અને આસપાસના વિસ્તારમાં સાદા ડ્રેસમાં પોલીસની વોચ ગોઠવી, ગામલોકોની પુછપરછ કરતાં માલુમ પડ્યું કે, કેટલાક છોકરાઓ મોંઘા મોબાઇલ ફોન ખરીદી રહ્યા છે અને વધુ પૈસા પણ વાપરી રહ્યા છે. પોલીસે એમને ઝડપી લઇ કડકાઇ કરતાં પર્દાફાશ થયો હતો.

    પીડિત છોકરીઓનો ફરીયાદ નોંધાવવા નનૈયો
    આરોપી શ્રીરામના ખુલાસા બાદ પોલીસે કેટલીક પીડિત છોકરીઓની વિગતો મેળવી આ મામલે સંપર્ક કર્યો હતો પરંતુ આ છોકરીઓ પોલીસ ફરીયાદ નોંધાવવા રાજી નથી.
    First published:

    Tags: ઇન્દોર, ક્રાઇમ, ગેંગ રેપ, પોલીસ, મધ્ય પ્રદેશ, યુવતી, રેપ

    विज्ञापन