Maharastra murder case : શિવસેના નેતા સોકાંત સાવંતે તેના બે સાથી રુપેશ સાવંત અને પ્રમોદ ગવાનંદ સાથે મળીને 2 સપ્ટેમ્બરે તેની પત્નીને એક રૂમમાં પેટ્રોલ નાખીને જીવતી સળગાવી દીધી હતી. તેટલું જ નહી સોકાંતે પત્નીના બળી ગયા પછી તેના સાથીઓ સાથે મળીને રત્નાગિરિના સમુદ્રમાં તેના હાડકાંઓને અલગ-અલગ જગ્યાઓએ ફેંકી દીધા જેથી, તેના કોઈ પુરાવા ન મળે.
નવી દિલ્હીઃ શિવસેનાના નેતાએ તેની પત્નીને જીવતી સળગાવી દીધી અને પછી ગુમ થઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. પુરાવા ન મળે તે માટે પત્નીની અસ્થિઓને સમુદ્રમાં ફેંકી દીધી હતી. પોલીસે આરોપી પતિ સહિત તેના 2 સાથીઓની ધરપકડ કરી છે. અસ્થિઓના પુરાવાના આધાર પર શોધવાનું કામ ચાલુ છે.
રત્નાગિરિ જિલ્લાનો એક બહુ જ હેરાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે, શિવસેનાના નેતા સોકાંત સાવંતે તેના બે સાથી રુપેશ સાવંત અને પ્રમોદ ગવાનંદ સાથે મળીને 2 સપ્ટેમ્બરે તેની પત્નીને એક રૂમમાં પેટ્રોલ નાખીને જીવતી સળગાવી દીધી. તેટલું જ નહીં, સોકાંતે પત્નીના બળી ગયા પછી તેના સાથીઓ સાથે મળીને રત્નાગિરિના સમુદ્રમાં તેના હાડકાંઓને અલગ-અલગ જગ્યાઓએ ફેંકી દીધા જેથી, તેના કોઈ પુરાવા ન મળે.
પત્ની સ્થાનિક નેતા હતી
આરોપી સોકાંતની પત્ની સ્વપ્નાલી સાવંત રત્નાગિરિ પંચાયતના અઘ્યક્ષ પદ પર કામ કરી ચૂકી છે અને તે પણ સ્થાનિક નેતા હતી.
સ્વપ્નાલીને મારી નાખ્યાં પછી આરોપીએ પોતે જ પોલિસ સ્ટેશનમાં જઈને તેની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો ધીરે ધીરે સત્ય સામે આવ્યું અને પોલીસે આરોપી પતિ સહિત તેના બે સાથીઓની ધરપકડ કરી 19 તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યાં છે.
આરોપી અને તેના બે સાથીની પોલીસ ઘરપડ કરી
સૂત્રો અનુસાર સોકાંત અને સ્વપ્નાલી વચ્ચે ઘણીવાર ઝઘડાં થતા રહેતા હતા. બંનેના અંગત સબંધો સારા ન હતા, તેઓ એકબીજા પર ગેરકાયદેસર સબંધોનો આરોપ લગાવતા હતા અને આ જ વાતથી નારાજ થઈને આરોપીએ પત્નીને જ રસ્તામાંથી હટાવવાનું મન બનાવી લીધું અને તેને જીવતી સળગાવીને તેની અસ્થિઓને સમુદ્રમાં ફેંકી દીધી. પોલીસે સોકાંતના જણાવ્યા અનુસાર સમુદ્રમાં સર્ચ ઓપરેશન કર્યુ પરંતુ અત્યાર સુધી કશું જ મળ્યું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર