હાઇ પ્રોફાઇલ શીના મર્ડર કેસની તપાસ હવે CBI ના હવાલે

મુંબઇ#મુંબઇના બહુચર્ચિત શીના હત્યાકાંડની તપાસ હવે CBI કરશે. મહારાષ્ટ્ર સરકારે આ કેસ CBI ને સોંપી દીધો છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ કે.પી.બક્શીએ આ અંગે માહિતી આપી છે. બક્શીએ આજે ફરીથી કહ્યું કે, રાકેશ મારિયાની ટ્રાન્સફર એક રૂટિન પ્રક્રિયા હતી. તેઓએ કહ્યું કે, મીડિયાએ ભ્રમ ફેલાવવાની કોશિશ કરી છે.

  • IBN7
  • Last Updated :
  • Share this:
મુંબઇ#મુંબઇના બહુચર્ચિત શીના હત્યાકાંડની તપાસ હવે CBI કરશે. મહારાષ્ટ્ર સરકારે આ કેસ CBI ને સોંપી દીધો છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ કે.પી.બક્શીએ આ અંગે માહિતી આપી છે. બક્શીએ આજે ફરીથી કહ્યું કે, રાકેશ મારિયાની ટ્રાન્સફર એક રૂટિન પ્રક્રિયા હતી. તેઓએ કહ્યું કે, મીડિયાએ ભ્રમ ફેલાવવાની કોશિશ કરી છે.

બક્શીએ કહ્યું કે, સરકાર પાસે દરેક એક્ટમાં રિઝર્વ પાવર હોય છે, જેનાથી પદને ઘટાડી અથવા વધારી શકે છે. અમે DGP પાસેથી શીના મર્ડર કેસનો સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો છે. DGP સાથે ચર્ચા કર્યા બાદ તારણ કાઢવામાં આવ્યું છે કે, આ માત્ર મર્ડર નથી, આ કેસમાં પૈસાની લેવડ દેવડને નજરઅંદાજ ન કરી શકાય. આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે વધુ તપાસ સીબીઆઇ કરશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા આશરે એક મહિનાથી આ હાઇ પ્રોફાઇલ કેસની તપાસ ચાલી રહી છે. પોલીસે શીનાની માતા ઇંદ્રાણી મુખર્જી, તેને ભૂતપૂર્વ પતિ અને ડ્રાઇવરને હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. હાલમાં ઇંદ્રાણી સહિત ત્રણેય જેલમાં છે.

આ મહિનાના 8 સપ્ટેમ્બરના રોજ રાકેશ મારિયાને મુંબઇ પોલીસ કમિશ્નરના પદ પરથી હટાવીને ડીજી જેલ બનાવી દેવામાં આવ્યાં હતા. અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આ કેસમાં મારિયાની વધુ પડતી સક્રિયતાના કારણે તેમને હટાવવામાં આવ્યા હતા. સીએમ દેવેન્દ્ર ફણડવીસએ જાતે એક કાર્યક્રમમાં કહ્યું હતુ કે, મુંબઇ પોલીસે શીના મર્ડર કેસની જેમ અન્ય કેસો પર પણ ધ્યાન આપવું જોઇએ.

મુંબઇના પોલીસ કમિશ્નર રાકેશ મારિયાને પ્રમોશન આપી DG હોમગાર્ડ બનાવાયા હતા. તેમની જગ્યાએ મુંબઇના નવા પોલીસ કમિશ્નર અહમદ જાવેદને બનાવવામાં આવ્યા હતા. શીના હત્યાકાંડ કેસમાં મુંબઇ પોલીસની મજાક બાદ ઘણા સવાલ ઉઠી રહ્યાં હતા, કે મારિયાને પ્રોમશન કરવામાં આવ્યું છે કે, પછી સજા. રાકેશ મારિયા શીના હત્યાકાંડ કેસને જાતે લીડ કરી રહ્યાં હતા. તેમના વિશ્વનિય અધિકારીઓની ટીમ રાત-દિવસ સ્ટેશનમાં તપાસ કરતી હતી.
First published: