Home /News /crime /

સ્પા સેન્ટરમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ, આવી હતી વિદેશથી યુવતીઓ

સ્પા સેન્ટરમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ, આવી હતી વિદેશથી યુવતીઓ

સ્પા સેન્ટર પર પોલીસને રેઇડ

madhya pradesh News - પોલીસને જોતા જ યુવતીઓ રડવા લાગી, સુવિધાયુક્ત અલગ-અલગ કેબિન બનેલા હતા. કેબિનમાં સંદિગ્ધ સ્થિતિમાં યુવક-યુવતી ઉપસ્થિત હતા

    ઇન્દોર : ઇન્દોરમાં (indore)ફરી સેક્સ રેકેટ (Sex Racket)પકડાયું છે. સ્પા (Spa)સેન્ટરની આડમાં દેહ વેપાર કરવામાં આવી રહ્યો હતો. સ્થળ પરથી 18 યુવક-યુવતી પકડાયા હતા. જેમાં વિદેશી યુવતીઓ પણ સામેલ છે. પોલીસને જોતા જ યુવતીઓ રડવા લાગી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે આ ગેંગની સરગના એક મહિલા છે જે ઇન્દોર અને ભોપાલ બન્ને સ્થળો પર રેકેટ ચલાવે છે. તે રેડ પડતા જ વિદેશ ભાગી જાય છે.

    ઇન્દોરની ક્રાઇમ બ્રાન્ચ અને મહિલા પોલીસે સ્પા સેન્ટરમાં પર રેડ કરીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી 8 યુવક અને 10 યુવતીઓની ધરપકડ કરી છે. સાથે ભારે માત્રામાં આપત્તિજનક વસ્તુઓ પણ જપ્ત કરી છે. પોલીસને એક ડીવીઆર અને રજિસ્ટર પણ મળ્યું છે. જેમાં ઘણા રસુખદારના સામેલ હોવાનું પ્રમાણ મળે છે.

    આ પણ વાંચો - PM Convoy Security: PM મોદીના પ્રવાસ દરમિયાન કેવી હોય છે તેમની સુરક્ષા? કેવી રીતે ચાલે છે કાફલો

    ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

    પોલીસને મોટા અધિકારીઓને વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શગુન આર્કેડ નામની બિલ્ડિંગમાં લાંબા સમયથી અનૈતિક ગતિવિધિઓની જાણકારી સતત મળી રહી હતી. સ્પા પાર્લર તેનો અડ્ડો હતો. સતત મળી રહેલી ફરિયાદને કારણે ઇન્દોરના કમિશનરે ફરીથી ક્રાઇમ બ્રાન્ચને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

    પોલીસને જોઈ રડવા લાગી યુવતીઓ

    રેડ દરમિયાન જોવા મળ્યું કે અહીં બધી જ સુવિધાયુક્ત અલગ-અલગ કેબિન બનેલા હતા. કેબિનમાં સંદિગ્ધ સ્થિતિમાં યુવક-યુવતી ઉપસ્થિત હતા. બધા કેબિનમાં વિદેશી યુવતીઓ હતી. પોલીસને જોઈને યુવક-યુવતીઓ રડવા લાગી હતી. એક વર્ષ પહેલા આ જ બિલ્ડિંગમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી ત્યારે પણ વિદેશી યુવકતીઓ ઝડપાઇ હતી.

    આ પણ વાંચો - Bulli Bai App Case: પિતાનું કોરોના અને માનું કેન્સરથી મૃત્યુ, જાણો કોણ છે બુલ્લી બાઈ એપની માસ્ટરમાઈન્ડ શ્વેતા?

    જેટલી રકમ તેટલી ઓફર

    પાર્લરમાં કાઉન્ટર ઉપર જ યુવતીઓને પસંદ કરવાનો વિકલ્પ મળતો હતો. અહીં યુવતીઓને પસંદ કરીને સ્પા પછી શારિરીક સંબંધ બનાવવા સહમત કરવામાં આવતા હતા. આ દરમિયાન યુવકોને મોટી રકમ આપવી પડતી હતી. જેટલી મોટી રકમ તેટલી વધારે સુવિધા આપવામાં આવતી હતી.

    પાર્લરમાં વિદેશી યુવતીઓની વધારે માંગ રહેતી હતી. મોટા ઘરના લોકો પણ અહીં આવતા હતા. સ્થળ પરથી મળેલા રજિસ્ટર અને સીસીટીવીમાં ઘણા લોકોની ડિટેલ મળી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Madhya pradesh, Madhya pradesh news

    આગામી સમાચાર