સેલવાસ: સગીરા પર દુષકર્મ મામલે આરોપી મૌલાનાની થઇ ધરપકડ
સેલવાસ: સગીરા પર દુષકર્મ મામલે આરોપી મૌલાનાની થઇ ધરપકડ
સેલવાસ: સગીરા પર દુષકર્મ મામલે આરોપી મૌલાનાની થઇ ધરપકડ
Crime News: પીડિતાનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યાં બાદ દાદરા નગર હવેલી પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર મૌલાનાની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ઘટના બાદ પીડિતાનાં માતા-પિતા પણ સામે અને હવસખોર મૌલાના વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે.
ભરતસિંહ વાઢેર, સેલવાસ: દાદરાનગર હવેલીના બાવીસા ફળિયામાં આવેલા એક મદરેસામાં જ રહી અભ્યાસ કરતી એક સગીરા પર મદ્રેસાનાં મૌલાના એ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સગીરાએ તેના માતા-પિતાને આ વાતની જાણ કરતાં તેમણે સેલવાસ પોલીસ સ્ટેશનમાં મદ્રેસાનાં મૌલાના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે પીડિતાનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યાં બાદ દાદરા નગર હવેલી પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર મૌલાનાની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ઘટના બાદ પીડિતાનાં માતા-પિતા પણ સામે અને હવસખોર મૌલાના વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે.
ફળિયામાં માત્ર છોકરીઓ માટેનુ જ મદ્રેસા ચાલે છે. જેમાં છેલ્લા 4 વર્ષથી સગીર પીડિતા પણ અભ્યાસ કરતી હતી. આ મદરેસામાં મોટાભાગનો સ્ટાફ મહિલા છે. પરંતુ તેનો હેડ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાનો રહેવાસી મૌલાના શેખ મહમ્મદ તારીક છે. બે દિવસ અગાઉ મદ્રેસામાં અભ્યાસ કરતી બાળકીઓ આરામ કરી રહી હતી. એ વખતે મૌલાનાએ એક સગીરાને હવસનો શિકાર બનાવી હતી અને તેના પર પાશવી દુષ્કર્મ આચર્યું હતું.
પીડિત સગીરાએ સમગ્ર હકીકત તેના પરિવારજનોને જણાવી હતી . આથી પરિવારજનો પીડિત સગીરાને સાથે રાખી સેલવાસ પોલીસ સ્ટેશન આવી અને મદ્રેસાનાં હવસખોર મૌલાના શેખ મહમદ તારીક વિરુધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી.આથી પોલીસે પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ પીડિતાના મેડિકલ રિપોર્ટ બાદ તેના પર દુષ્કર્મ આચરાયું હોવાની પુષ્ટી થતા આરોપી મૌલાના શેખ મોહમ્મદ તારીકની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે અને આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
મદ્રેસાના મૌલાનાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાને લઇ પીડિતાનાં પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો હતો. પીડિતાનાં પરિવારજનોનાં જણાવ્યા મુજબ તેમની બાળકીને ચાર વર્ષથી ધર્મનું જ્ઞાન આપતી આ મદરેસામાં દાખલ કરાવી હતી. બનાવનાં દિવસે મૌલાના એ પીડિતાને માથું દુઃખી રહ્યો હોવાથી માથામાં તેલ નાખી દેવાના બહાને એકલામાં બોલાવી હતી. ત્યારબાદ મોકાનો લાભ લઈ અગાઉથી તૈયારીમાં બેઠેલા મૌલાનાએ પીડિતાના મોઢામાં દુપટ્ટો દબાવી અને તેને બાંધી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાને બે દિવસ ગોંધી પણ રાખી હતી.
જોકે મોકો મળતાં જ દીકરીએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવી હતી. પરિવારજનો એ સમગ્ર મામલે પીડિતાને સાથે રાખી અને મૌલાના વિરોધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. પીડિતાનાં પરિવારજનો પણ મદરેસામાં જ પોતાની ફૂલ જેવી માસૂમ પુત્રી પર દુષ્કર્મ આચરનાર હવસખોર મૌલાનાને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર