tamil nadu crime news: 12માં ધોરણના વિદ્યાર્થીની શુક્રવારે સાંજે સ્કૂલથી (school) ઘરે પરત ફરી હતી અને પોતાની વિધવા માતાની ગેરહાજરીમાં ફાંસી લગાવીને આત્મહત્યા (suicide) કરી લીધી હતી.
ચેન્નાઈઃ તમિલનાડુના (Tamil Nadu) કરુરમાં શુક્રવારે એક 17 વર્ષીય સગીરાએ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા સગીરાએ એક સુસાઈડ નોટ પણ મૂકી હતી. જેમાં આરોપ લગાવ્યા હતો કે તેનું યૌન શોષણ (Sexually Harasment) કરવામાં આવી રહ્યું છે. પોલીસે (police) શનિવારે આ જાણકારી આપી હતી. 12માં ધોરણના વિદ્યાર્થીની શુક્રવારે સાંજે સ્કૂલથી (school) ઘરે પરત ફરી હતી અને પોતાની વિધવા માતાની ગેરહાજરીમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
સગીરાના મૃત શરીરને સૌથી પહેલા પાડોશમાં રહેનારી એક વૃદ્ધ મહિલાએ જોયો હતો. સ્કૂલથી ઘરે પરત ફરીને સગીરા ઘરમાંથી ગણા સમય સુધી બહાર આવી ન હતી. તો મહિલા તેના ઘરની સામે આગળ વધી અને જ્યાં સગીરાને ફંદા પર લટકતી હાલતમાં જોઈ હતી.
અને તરત જ સગીરાની માતાને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને પણ જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃત સગીરાની લાશનો પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
યુવતીએ સુસાઈડ નોટમાં શું લખ્યું હતું
તપાસ દરમિયાન, પોલીસે 17 વર્ષની છોકરી દ્વારા કથિત રીતે છોડી ગયેલી એક સુસાઈડ નોટ મળી. નોટમાં લખ્યું હતું કે, “કરુર જિલ્લામાં જાતીય શોષણને કારણે મૃત્યુ પામેલી હું છેલ્લી છોકરી હોવી જોઈએ. મને એ કહેતા ડર લાગે છે કે મારા આ નિર્ણય પાછળ કોણ છે. હું આ ધરતી પર લાંબો સમય જીવવા માંગતી હતી.અને બીજાને મદદ કરવા માંગતો હતો, પણ હવે મારે આટલી જલ્દી આ દુનિયા છોડી દેવી પડશે."
ઉલ્લેખનીય છે કે ગુજરાતના વડોદારની યુવતી સાથે પણ એક કમકમાટી ભર્યા રેપની ઘટના બની હતી. બે યુવકો દ્વારા તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ યુવતી સહન ન કરી શકતાં ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનના કોચમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, ત્યારબાદ પોલીસ તપાસમાં એક પછી એક નવા ખુલાસા થવા લાગ્યા હતા. અને પોલીસને તેની લખેલી એક ડાયરી પણ મળી આવી હતી. જેના પગલે ચોંકાવનારા ખુલાસા થયા હતા.
આ ઉપરાંત તેનો પરિવાર યુવતીના મોતથી આઘાતમાં સરી પડ્યો હતો. અને પીડિતાના પિતાને ગુજરાત પોલીસ ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને યુવકોને પકડી પાડવા માટેનો વિશ્વાસ પણ દાખવ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર