પેપર લીક કૌભાંડમાં બે ક્લાર્ક સહિત 5ની ધરપકડ,રૂ.5હજારમાં વેચતા હતા

પેપર લીક કૌભાંડમાં બે ક્લાર્ક સહિત 5ની ધરપકડ,રૂ.5હજારમાં વેચતા હતા
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કૌભાંડમાં આજે પોલીસ દ્વારા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે ક્લાર્ક છે.પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કૌભાંડમાં આજે પોલીસ દ્વારા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે ક્લાર્ક છે.પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.

 • Pradesh18
 • Last Updated:October 18, 2016, 18:19 pm
 • Share this:
  રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કૌભાંડમાં આજે પોલીસ દ્વારા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  બે ક્લાર્ક છે.પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.
  સૌરાષ્ટ્ર યુનિવર્સિટિનું બીએસ સી સેમેસ્ટર 5માં કેમેસ્ટ્રીનું પેપર ગઇકાલે લીંક થયું હતું. જેને લઇને પોલીસ ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.પેપર લીક મામલે ખુલાસો થયો છે. પેપર રૂ.5 હજારમાં વેચતા હતા. આરોપીઓમાં જશપાલસિંહ સુત્રધાર મનાય છે. જેના દ્વારા પેપર લીંક કરવામાં આવતુ હતું.  અગાઉ બે પેપર લીક કર્યાનો પણ ઘટસ્ફોટ થયો છે. કેમેસ્ટ્રી સહિત કુલ 3 પેપર લીક કર્યાનો ખુલાસો થયો છે.ઈટીવીએ કર્યા સૌથી મોટો ખુલાસો કરાયો છે. યુનિવર્સિટીના બે હંગામી કર્મચારીઓની સંડોવણી સામે આવી છે. ભટ્ટી જયદીપસિહ ભૂપતસિંહ, જશવંત સિંહ ભપતસિંહ બારડનું નામ બહાર આવ્યું છે. ભૂમિન પ્રવિણ ભાઈ પટેલ, રાહુલ માનસિંગ બારડની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ કમિશનગર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શોધખોળ કરાઈ હતી. આ કર્મચારીઓએ અગાઉ પણ બે પેપર ફોડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટ્રોગરૂમની જવાબદારી હંગામી કર્મચારીઓને સોપાઈ છે.

  સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા હાલમાં અલગ અલગ વિષયોની પરીક્ષાઓ લેવાઈ રહી છે ત્યારે ગઇકાલનું બીએસસી સેમેસ્ટર ૫ ની કેમેસ્ટ્રી વિષયનું પેપર લીક થયાનો મામલો સામે આવ્યો હતો. બીએસસી સેમેસ્ટર ૫ નું કેમેસ્ત્રીનું પેપર આગલા દિવસ રાતથી જ સોશિયલ મીડિયામાં વહેતું થતા આજે સવારે યુનિવર્સીટીના સતાધીશોને જાણ થઇ હતી અને યુનિવર્સીટી દ્વારા તાત્કાલિક આજના વિષયની પરીક્ષા રદ કરી હતી.

  આરોપી નંબર ૧
  જયદીપસિંહ ભટ્ટી
  યુનિવર્સીટીના પરીક્ષા વિભાગનો હંગામી કર્મચારી
  પાંચ વર્ષથી યુંનમાં નોકરી કરે છે

  આરોપી નંબર ૨
  જશપાલસિંહ બારડ
  યુનિવર્સીટીના પરીક્ષા વિભાગનો હંગામી કર્મચારી
  પાંચ વર્ષથી યુંનમાં નોકરી કરે છે

  આરોપી નંબર ૩
  રાહુલ બારડ
  જશપાલસિંહનો રૂમ પાર્ટનર

  આરોપી નંબર ૪
  ભુમીન પટેલ
  જશપાલસિંહનો રૂમ પાર્ટનર
  ક્રાઈસ્ટ કોલેજના બીએસસીમાં અભ્યાસ કરે છે

  * શું હતી મોડસ ઓપ્રેન્ટી
  જે સમયે સૌરાષ્ટ યુનિવર્સીટીમાં પરીક્ષા લેવાની હોઈ તેના સમગ્ર પેપર સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. અને જયદીપસિંહ તથા જશપાલસિંહ બંને પણ સ્ટ્રોંગરૂમમાં જ પોતાની ફરજ બજાવતા હતા. જેને લઈને બંને આરોપી ૧૦ - ૧૦ પેપર સ્ટ્રોંગરૂમમાંથી લઈને તેનાજ રૂમ પાર્ટનર  ભુમીન પટેલને આપતા હતા અને આ  ભુમીન પટેલ અન્ય એક રૂમ પાર્ટનર વિદ્યાર્થી રાહુલ બારડને આપતો હતો. જયારે રાહુલ બારડઆ પેપરનો ફોટો પડી તેની પ્રિન્ટ કઢાવતો હતો અને બાદમાં બધાજ ભેગા થઈને પેપર ૫૫૦૦ રૂપિયામાં વેચતા હતા.
  First published:October 18, 2016, 13:53 pm

  टॉप स्टोरीज