Home /News /crime /પ્રેમી સાથે મળીને પત્નીએ ખેલ પાડ્યો, પૈસા માટે ઉદ્યોગપતિ પતિને ઝેર આપી કાસળ કાઢ્યું

પ્રેમી સાથે મળીને પત્નીએ ખેલ પાડ્યો, પૈસા માટે ઉદ્યોગપતિ પતિને ઝેર આપી કાસળ કાઢ્યું

પતિની પત્નીએ કરી નાખી હત્યા

santa cruz businessman Murder: સાંતાક્રુઝના ગારમેન્ટના બિઝનેસમેન કમલંકાંત શાહને તેમની પત્ની કાજલ શાહ અને તેના પ્રેમી હિતેશ જૈન દ્વારા ધીમું ઝેર આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

  Kamalkant shah death: સાંતાક્રુઝના ગારમેન્ટના બિઝનેસમેન ( santa cruz businessman) કમલંકાંત શાહને તેમની પત્ની કાજલ શાહ અને તેના પ્રેમી હિતેશ જૈન દ્વારા ધીમું ઝેર આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

  આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે,કાજલ અને હિતેશ કથિત રીતે શાહની મિલકત હડપ કરવા માંગતા હતા અને તેણે વીમા એજન્સીઓને તેના પતિની પોલિસીઓ વિશે પૂછપરછ કરી હતી.

  મૃતક કમલકાંત શાહ (ઉમર વર્ષ 46)નું મૃત્યુ 19 સપ્ટેમ્બરના રોજ મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર થવાને કારણે થયું હતું. તેમના લોહીમાં આર્સેનિક અને થેલિયમની વધુ માત્રા મળી આવી હતી. મૃતકની માતા સરલાનું 13 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. માતા અને પુત્રના લોહીમાં સમાન લક્ષણો જોવા મળ્યા હતા.

  આ ઘટનામાં મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કે.એસ. ઝંવરે અવલોકન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ હત્યાનો કેસ હોવાનું જણાયું હતું.જેથી 8 ડિસેમ્બર સુધી બંનેની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી.

  માતા અને પુત્રના લોહીંમા સમાન લક્ષણો જોવા મળ્યા

  કાજલ શાહ અને તેના પ્રેમી હિતેશ જૈને જ્યાંથી ઝેરી પદાર્થ મેળવ્યા હતા તે સ્થળ પોલીસે શોધી કાઢ્યું હતું. કેસમાં સાક્ષી રહેલા કેમિકલ ડીલરનું નિવેદન નોંધવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે પોલીસે કાજલ અને જૈનને બોલાવ્યા અને લગભગ 10 કલાક સુધી તેમની અલગ-અલગ પૂછપરછ કરી હતી, આ દરમિયાન તેઓએ ગુનો કબૂલ કર્યો હતો. ગુરુવારે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

  શાહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ સૂચવે છે કે બંનેએ પતિની હત્યા કરવા માટે ખોરાકમાં થેલિયમ અને આર્સેનિક આપવાનું કાવતરું ઘડ્યું હતું.

  24 ઓગસ્ટના રોજ શાહે પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી અને ઉલ્ટી થવા લાગી હતી. તેમણે તેના ફેમિલી ડોક્ટર પાસેથી દવાઓ લીધી પરંતુ દુ:ખાવો ચાલુ રહ્યો હોવાથી તેમને અંધેરીની ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા જ પેટમાં દુ:ખાવાની ફરિયાદ બાદ તેની માતાનું અવસાન થયું હતું. શાહની હાલત બગડતા તેમને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  આ કેસમાં ડોક્ટરો ચોંકી ગયા હતા. તેમના અંગો એક પછી એક ફેલ થવા લાગ્યા હતા. ત્યારબાદ ડૉક્ટરોને તેના લોહીમાં ધાતુની હાજરીની શંકા હતી. શાહના સાળા અરુણ લાલવાણીએ જણાવ્યું હતું કે, તેમના લોહીના નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. 13 સપ્ટેમ્બરે રિપોર્ટ આવ્યો હતો જેમાં આર્સેનિકનું ઊંચું પ્રમાણ દર્શાવવામાં આવ્યું હતું. આ પ્રમાણ સામાન્ય કરતા વધુ 400 ગણું હતું અને થૅલિયમ સામાન્ય કરતાં લગભગ 365 ગણું હતું. આ સમયે ડૉક્ટરોએ અભિપ્રાય આપ્યો કે કોઈએ તેને આ ઝેરી પદાર્થ મોઢા દ્વારા પીવડાવ્યોછે.

  શાહનું અવસાન 19 સપ્ટેમ્બરે ઓર્ગન નિષ્ફળતાને કારણે થયું હતું. તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આઝાદ મેદાન પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો હતો, જેના આધારે ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 9 એ સમાંતર તપાસ શરૂ કરી હતી.

  આ બનાવમાં શાહની બહેન કવિતા લાલવાણીએ આરોપ લગાવ્યો કે તેમની માતાને પણ ઝેર આપવામાં આવ્યું હોય શકે છે. ક્રાઈમ બ્રાન્ચે નિવેદનો નોંધ્યા હતા. શાહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ડૉક્ટરોના મંતવ્યોનો અભ્યાસ કર્યો અને શાહ અને તેમના પરિવારના સભ્યોના કોલ ડિટેઈલ રેકોર્ડનું ટેકનિકલ વિશ્લેષણ કર્યું હતું.

  પોલીસને જાણવા મળ્યું કે શાહ અને તેની પત્ની કાજલ વચ્ચેના સંબંધો સારા નહોતા. 2021માં શાહે કાજલને તેના બાળપણના મિત્ર જૈન સાથેના ફોન કોલ્સ પર પોલીસે પૂછપરછ કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કાજલ તેના પતિ સાથે ઝઘડી હતી અને તેના માતા-પિતા સાથે રહેવા ગઈ હતી. તે પછી 15 જૂનના રોજ કેટલીક શરતો પર પરત આવી હતી. તેણે કહ્યું કે તે માત્ર બાળકો માટે જ પાછી આવી છે.

  એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કાજલ અને હિતેશ શાહની મિલકત હડપ કરવા માંગતા હતા અને તેથી તેઓએ આર્સેનિક અને થેલિયમ આપ્યું હતું. તેઓએ પહેલા તેની માતાને અને પછી કમલકાંત સાથે આવું કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે શાહ દંપતીને બે પુખ્ત વયના બાળકો છે.

  એક અધિકારી અનુસાર શાહ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હતો, ત્યારે કાજલે દલીલ કરી તેને તાકીદે 2 લાખ રૂપિયા આપવાનો આગ્રહ કર્યો ત્યારે શંકા ઉપજી હતી. પરિવારના અન્ય સભ્યો દવા લેવા માટે દોડી રહ્યા હતા, ત્યારે કવિતાએ શાહને મદદ કરવાનો કે તેમને કોઈપણ પ્રકારની ભાવનાત્મક રાહત આપવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. કાજલને લોહીનું પરીક્ષણ કરાવવાનું કહેવામાં આવ્યું ત્યારે તે હોસ્પિટલમાંથી જતી રહીહતી. કાજલે પણ શાહ અને તેમની માતા જેવો ન ખોરાક ખાધો હતો કે કેમ તેની તપાસ થવાની હતી.

  આ પણ વાંચો: પતિની લાશને લઇ નર્સ પત્ની હોસ્પિટલ પહોંચી, 13 વર્ષની દીકરીની વાત સાંભળી પોલીસ ચોંકી ગઇ

  કમલકાંતની બહેન કવિતાએ કહ્યું કે,જ્યારે અમે આ બાબતની તપાસ કરવાનું નક્કી કર્યું, ત્યારે કાજલે કોઈ રસ દાખવ્યો નહીં. જેનાથી અમારી શંકા વધુ મજબૂત થઈ હતી. થોડા દિવસોમાં તેણે તેના ભાઈઓ સાથે મળીને મારા ભાઈ કમલકાંતની ભિવંડીમાં આવેલી ઑફિસ વેચી દીધી અને વીમા કંપનીઓને ફોનકરીને મૃતક શાહની પૉલિસી શોધી કાઢી અને તેની અન્ય મિલકતોની તપાસ કરવાનું શરૂ કર્યું હતું.જૈન સાથેની તેની મિત્રતાની શરતો પર તે શાહ પાસે પરત આવી, પછી મારી માતાનું અવસાન હતું અને મારા ભાઈનું પણ અવસાન થયું. આ બધું અમને શંકાસ્પદ લાગ્યું અને તપાસ કરાવતા તેણીનીસંડોવણી માલુમ થઈ હતી.

  આરોપી હિતેશ જૈનના એડવોકેટ હિતેશ પટેલે જણાવ્યું હતું કે, કમલકાંતનું મૃત્યુ સપ્ટેમ્બરમાં થયું હતું. તેના મૃત્યુ અંગે કોઈ વિગતવાર અહેવાલ નથી, માત્ર પારિવારિક શંકાના આધારે તમે અમારા ક્લાઈન્ટને પકડી શકો નહિ. પોલીસ હિઅરીંગમાં આ વાત સાંભળીને મેજિસ્ટ્રેટે કહ્યું હતું, પોલીસ મૃતકની તેમજ તેની માતાની હત્યાના કાવતરાની તપાસ કરવા માંગે છે. કસ્ટડીનો અસ્વીકાર ચોક્કસપણે તપાસ આગળ વધવા દેશે નહીં. તબીબી કાગળો પ્રાથમિક દૃષ્ટિએ કોઈ કારણસર થયેલા મૃત્યુની શંકા દર્શાવે છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Crime case, Crime news, Mumbai crime Branch, Mumbai News, Murder case

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन