IAS પરીક્ષામાં નિષ્ફળ જતા યુવક છાપવા લાગ્યો નકલી નોટો, આવી રીતે થયો ખુલાસો

ankit patel
Updated: October 13, 2019, 10:00 PM IST
IAS પરીક્ષામાં નિષ્ફળ જતા યુવક છાપવા લાગ્યો નકલી નોટો, આવી રીતે થયો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

પોલીસના જણાવ્યા પ્રમાણે પૂછપરછ દરમિયાન બંનેએ એક મહિનાથી નકલી નોટો ચલાવવાની વાત કબૂલી હતી. તેમાંથી એક આઇએએસ પરીક્ષાનું કોચિંગ લઇ રહ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ તમિલનાડુના (Tamil Nadu)કોયંબતૂરમાં પોલીસે નકલી નોટો (Fake Currency)છાપનાર ગેંગનો ભાંડો ફોડ્યો હતો. પોલીસે (Police)આ મામલે ચાર લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી એક યુવક આઇએએસ (IAS) પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, ગેંગ પાસેથી 14 લાખ રૂપિયાના મૂલ્યની નકલી નોટો (Fake Currency)જપ્ત કરી હતી. શનિવારે સાંજે કેટલાક દુકાનદારોએ બે વ્યક્તિઓ નકલી નોટો ચલાવવની કોશિશ કરતા ઝડપાયા હતા. જેથી નકલી નોટો છાપવા અંગે જાણવા મળ્યું હતું. દુકાનદારોએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ-AMCએ રાતોરાત સુભાષબ્રિજ નીચે આવેલા 100 વર્ષ જૂના મંદિરને તોડી પાડ્યું

એક આરોપી IAS પરીક્ષાની કરી રહ્યો હતો તૈયારી
પોલીસના જણાવ્યા પ્રમાણે પૂછપરછ દરમિયાન બંનેએ એક મહિનાથી નકલી નોટો ચલાવવાની વાત કબૂલી હતી. તેમાંથી એક આઇએએસ પરીક્ષાનું કોચિંગ લઇ રહ્યો હતો. પરંતુ જ્યારે આ પરીક્ષામાં સફળતા હાથ ન લાગી ત્યારે ગુનાની દુનિયાનો રસ્તો પકડ્યો હતો.

આ પણ વાંચોઃ-સોદાબાજી: બનાસકાંઠાના ખેરમાળમાં પૈસા સામે 13 વર્ષીય કિશોરીના બાળલગ્નચાર લોકોની થઇ ધરપકડ
પોલીસે બંને પાસેથી મળેલી જાણકારીના આધારે આ રવિવારે ગેંગનો સાગરીત ધનરાજને પણ પકડ્યો હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે તે ભાડાના મકાનમાં નકલી નોટો છાપી રહ્યા હતા. ત્રણ લોકોની મદદથી તેઓ બજારમાં ચલાવી રહ્યા હતા. એક વ્યક્તિ પણ ઇસ રેકેટમાં પકડા હતા.

આ પણ વાંચોઃ-ખેડાઃ કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત, રુફ ફાડીને લાશો બહાર કઢાઇ

ઉલ્લેખનીય છે કે, દેશના યુવાનો પોતાના ઉજળા ભવિષ્ય માટે સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે IAS, IPSની તૈયારીઓ કરતા હોય છે. પરંતુ આવી પરીક્ષાઓમાં મહેનતી યુવકોને સફળતા મળતી હોય અને બાકીનાને નિષ્ફળતા હાથ લાગે છે છતાં ગુનાનો રસ્તો અપવનાવતા નથી.
First published: October 13, 2019, 10:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading