Home /News /crime /

ધનસુરા પોલીસને ઉંધે માથે દોડાવનાર ચાર ઈસમોની ધરપકડ

મોડાસાઃછેલ્લા કેટલાક સમયથી રાત્રી દરમિયાન આતંકી અને ધાડપાડું આવ્યાની અફવાઓએ જોર પકડ્યું છે. ત્યારે અરવલ્લી જીલ્લાના ધનસુરાના રમોસકંપા ગામની સીમમાં વાહન અકસ્માતમાં મોતને ભેટલા યુવકને ધાડપાડુઓએ મોતને ઘાટ ઉતારી ફેંકી દીધો હોવાની અફવા ફેલાવી પોલીસને ઉંધે માથે દોડાવનાર ચાર ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
મોડાસાઃછેલ્લા કેટલાક સમયથી રાત્રી દરમિયાન આતંકી અને ધાડપાડું આવ્યાની અફવાઓએ જોર પકડ્યું છે. ત્યારે અરવલ્લી જીલ્લાના ધનસુરાના રમોસકંપા ગામની સીમમાં વાહન અકસ્માતમાં મોતને ભેટલા યુવકને ધાડપાડુઓએ મોતને ઘાટ ઉતારી ફેંકી દીધો હોવાની અફવા ફેલાવી પોલીસને ઉંધે માથે દોડાવનાર ચાર ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના રમોસકંપા ગામે મોડી રાત્રે ખેતરમાં ટ્રેક્ટર સાથેના અકસ્માતમાં રવિ નામના યુવકનું મોત નીપજ્યું હતું.જેમાં સાથે રહેલા ચાર શખસો તમામ માહિતીથી વાકેફ હોવા છતાં તેમને લોકોમાં ૨૫ થી વધુના ટોળામાં આવેલા ધાડપાડુંઓએ રવિને મારમારી મોતને ઘાટ ઉતારી દીધો છે તેવી અફવાનો દોર ચલાવ્યો હતો.

આ પ્રકારની ઘટનાની પોલીસને માહિતી મળતા જીલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અફવાના ચાલતા દોરથી પોલીસ બેડામાં પણ દોડાદોડી મચી જવા પામી હતી.દરમિયાનમાં પોલીસ તપાસ વખતે યુવકનું  ટ્રેક્ટરમાં આવી જતા મોત નીપજ્યું હોવાનું બહાર આવતા પોલીસ અને પ્રજાને ગેરમાર્ગે દોરનાર ચારેય ઇસમો સામે પોલીસ ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી હતી.
First published:

Tags: અકસ્માત, ક્રાઇમ, ગુજરાત, ગુનો, મોત, લૂંટ, વિરોધ, વિવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन