પુણેના ગુમ થયેલા RTI એક્ટિવિસ્ટનો મૃતદેહ મળ્યો, હત્યા થયાની આશંકા

News18 Gujarati
Updated: February 12, 2019, 4:05 PM IST
પુણેના ગુમ થયેલા RTI એક્ટિવિસ્ટનો મૃતદેહ મળ્યો, હત્યા થયાની આશંકા
આરટીઆઈ એક્વિવિસ્ટ વિનાયક

વિનાયક શિરસથ પુણે શહેરના રહેવાશી હતા. તેઓ ગત મહિને 30મી જાન્યુઆરીના રોજ ગુમ થઈ ગયા હતા.

  • Share this:
પુણે : ગત મહિને મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી ગુમ થયેલા 32 વર્ષીય આરટીઆઈ (રાઇટ ટૂ ઇન્ફોર્મેશન) એક્ટિવિસ્ટનો મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે મળેલા મૃતદેહ બાદ પોલીસનું કહેવું છે કે તેમની હત્યા થઈ હોઈ શકે છે. ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે વિનાયક શિરસથની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.

પોલીસને મંગળવારે લવાસા રોડ ખાતે આવેલા મુથા ગામ ખાતેથી તેમનો કોહવાય ગયેલો મૃતદેહ મળી આવ્યો છે.

શિરસથ પુણે શહેરના રહેવાશી હતા. તેઓ ગત મહિને 30મી જાન્યુઆરીના રોજ ગુમ થઈ ગયા હતા. તેમના પરિવારના સભ્યોએ 31ની જાન્યુઆરીના રોજ તેઓ ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ કરી હતી.

પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, "પાંચમી ફેબ્રુઆરીના રોજ અમે આ કેસમાં અપહરણની ફરિયાદ નોંધી હતી. તેમના પરિવારને આશંકા હતી કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હોઈ શકે છે. કારણ કે તેમણે શહેરમાં ચાલતા ગેરકાયદે બાંધકામ અંગે આરટીઆઈ કરીને માહિતી માંગી હતી."

આ પણ વાંચો : RTI દ્વારા માંગવામાં આવી વિકાસ યોજનાની માહિતી, જવાબમાં મળ્યા વાપરેલા કોન્ડોમ

પોલીસના જણાવ્યા પ્રમાણે શિરસથના પરિવારના લોકોએ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા કેટલાક લોકોના નામ આપ્યા હતા. જોકે, તપાસ દરમિયાન આ તમામ લોકો શિરસથના મિત્રો હોવાનું માલુમ પડ્યું હતું.શિરસથનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે હવે આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને 201 હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરટીઆઈ એક્ટિવિસ્ટનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ તેના મોતનું સાચું કારણ સામે આવશે.
First published: February 12, 2019, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading