પરિવાર સાથે બહાર જતા RSS કાર્યકર્તાની બેરહેમીથી હત્યા, શરીર ઉપર મળ્યા 50થી વધારે ઘા

કેરળ પોલીસ ફાઈલ તસવીર

keral news: સોમવારની (monday) સવારે આશરે 9 વાગ્યે આરએસએસ કાર્યકર્તા સંજીવે પોતાના પરિવાર (sanjiv with family) સાથે ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના ઉપર હુમલો કરવામાં (attack on rss worker) આવ્યો હતો.

  • Share this:
    નવી દિલ્હીઃ કેરળના (Kerala) પલ્લકડમાં (Pallakad) આરએસએસ કાર્યકર્તાને (RSS Worker) બેરહેમીથી હત્યા કરવામાં આવી હતી. ખબર છે કે સોમવારની સવારે આશરે 9 વાગ્યે આરએસએસ કાર્યકર્તા સંજીવે પોતાના પરિવાર (sanjiv with family) સાથે ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના ઉપર હુમલો કરવામાં (attack on rss worker) આવ્યો હતો. હુમલામાં સંજીતના શરીર ઉપર ધારદાર હથિયારથી 50થી વધારે ઘા મારીને ફરાર થયો હતો. ઘટના બાદ આરએસએસ કાર્યકર્તાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.

    ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે આરએસએસ કાર્યકર્તા 27 વર્ષીય એસ સંજીત સોમવારે પોતાની પત્ની સાથે સવારે ક્યાંક જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં જ કેટલાક હુમલાખોર તેમને રોકી લીધા હતા અને તેના ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો.

    ઘટનાને અંજામ આપીને હુમલાખોર ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની સૂચના મળતા જ પોલીસ તરત જ હોસ્પિટલ પહોંચી હતી. અને તરત જ સંજીતને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

    આ પણ વાંચોઃ-સુરતઃ રાજસ્થાનની લક્ઝરી બસમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, સંતાડવાની રીત જોઈ પોલીસ માંથુ ખંજવાળવા લાગી

    હત્યા બાદ આ વિસ્તારમાં તણાવનો માહોલ ઉભો થયો હતો. પોલીસે સુરક્ષા કડક કરી દીધી હતી. બીજેપી જિલ્લા અધ્યક્ષ કેએમ હરીદાસે પણ ત્યાર અંગે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા ઉપર આરોપ લગાવ્યો હતો. જોકે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પીએફઆઈની રાજકીય એકમ છે.

    આ પણ વાંચોઃ-સુરતઃ મોર્નિંગ વોક પર નીકળનારા સાવધાન! યુવતીનું મોબાઈલ અને પૈસા ભરેલું પર્સ લઈ આરોપી ફરાર, ઘટનાનો live video

    ઉલ્લેખનીય છે કે આવું પહેલીવાર થયું છે કે જ્યારે કેરળમાં આરએસએસ કાર્યકર્તાની આ પ્રકારે હત્યા કરવામાં આવી હોય. આ વર્ષના ફેબ્રુઆરીમાં પણ આરએસએસ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. આરએસએસ કાર્યકર્તાની હત્યાના વિરોધમાં બીજેપી અને હિન્દુ સંગઠનોએ રાજ્યમાં બંધનું આહ્વાન કર્યું હતું.

    આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકોએ અથાગ મહેનત છતાં પરિણામ નિરાશાજન, જાણો રાશિફળ

    એ સમય ચેર્થલાના પાસ નગમકુલનગરા વિસ્તારમાં આરએસએસ અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ વચ્ચે અથડામણમાં કાર્યકર્તા નંદૂનું મોત નીપજ્યું હતું.
    Published by:ankit patel
    First published: