ભૂજમાં ધોળે દિવસે મરચાની ભુકી છાંટી પેઢીના કર્મચારી પાસેથી રૂ.7લાખની લૂંટ

ભૂજઃભૂજના સ્ટેશન રોડ પર આવેલી આઈસીઆઈસીઆઈ બેન્કમાં સોમવારે રૂપિયા ભરવા આવેલા એક યુવાન પર મરચાની ભુંકી છાંટીને બંદુકની અણીએ દિન દહાડે રૂ. સાત લાખની લુંટ કરી જવાયાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. બપોરના સમયે બનલી ઘટનાએ પોલીક કાફલાને દોડતા કરી દીધા છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ભૂજઃભૂજના સ્ટેશન રોડ પર આવેલી આઈસીઆઈસીઆઈ બેન્કમાં સોમવારે રૂપિયા ભરવા આવેલા એક યુવાન પર મરચાની ભુંકી છાંટીને બંદુકની અણીએ દિન દહાડે રૂ. સાત લાખની લુંટ કરી જવાયાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. બપોરના સમયે બનલી ઘટનાએ પોલીક કાફલાને દોડતા કરી દીધા છે.

શહેરના સ્ટેશન રોડ પર આવેલી આઈસીઆઈસીઆઈ બેન્કના પાર્કિંગ પાસેથી એક ખાનગી પેઢીના કર્મચારી પર હુમલો કરી આંખમાં મરચાની ભુકી છાંટીને એક અજાણ્યા લુંટારાએ બંદુકની અણીએ રૂપિયા ભરેલો થેલો લુંટી લીધો હતો. ભોગ બનનાર યુવાન હજું બેન્કના પાર્કિંગમાં પોતાનું બાઈક પાર્ક કરે ત્યાં સુધીમાં જ આ ઘટના બની હતી. લુંટારો શખ્સ પહેલાથીજ જાણે ભોગ બનનારની રાહ જોઈ રહયો હોય તેમ તે યુવાન બેન્ક પાસે પહોંચ્યો તે સાથે જ તેના પર હુમલો કરીને લુંટ ચલાવાઈ હતી.

આ ઘટનાની જાણ થતાં ભૂજ શહેરનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.  પોલીસે હાલ આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી લુંટારું ઓળખવાના પ્રયાસ શરૂ કર્યા છે. જોકે ભોગ બનનારના કહેવા મુજબ લુંટારું બુકાની બાંધીને આવ્યો હતો. જોકે  સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લઈને તપાસ હાથ ધરવા સાથે વાહનચેકિંગ સહિતના પગલા ભર્યા હતા.  સાંજે ચાર વાગ્યા સુધી તપાસનીશ અધિકારીઓ ભોગ બનનાની પુરી વિગતો પણ જાણ્યા વગર માત્ર તપાસ કરવાના કામે રોકાયેલા હોવાનું પોલીસ અધિકારીઓ જણાવતા હતા.
First published: