Home /News /crime /સરકારી શિક્ષકના બેંક લોકરમાંથી 1 કરોડ રોકડા અને 2 કિલોની સોનાની ઇટો મળી આવી, ક્યાંથી આવ્યા રૂપિયા?

સરકારી શિક્ષકના બેંક લોકરમાંથી 1 કરોડ રોકડા અને 2 કિલોની સોનાની ઇટો મળી આવી, ક્યાંથી આવ્યા રૂપિયા?

સંપત્તિ રાખવાના મામલામાં શિક્ષકને પોતાની સંપત્તિ ક્યાંથી આવી તે જણાવવા માટે એક મહિનાનો સમય આપ્યો

bihar news - સરકારી શિક્ષક નીકળ્યો કરોડપતિ, સરકારી સ્કૂલના શિક્ષકના બેંક લોકરમાં આટલી મોટી રકમ મળવાથી ઇન્કમટેક્સના અધિકારી પણ ચકિત થઇ ગયા

નાલંદા : બિહારના અલગ-અલગ જિલ્લામાં હાલના દિવસોમાં કોઇના કોઇ ભ્રષ્ટાચારી ધનકુબેરો સામે કાર્યવાહી જોવા મળી રહી છે. નાલંદામાં એક સરકારી શિક્ષકના (Government Teacher)બેંક લોકરમાંથી (Bank Locker)એક કરોડ રૂપિયા રોકડા અને લાખો રૂપિયાના ઘરેણા મળી આવ્યા છે. મળેલી જાણકારી પ્રમાણે નાલંદા (Nalanda)જિલ્લાના થરથરી પ્રખંડમાં શિક્ષક નીરજ કુમાર શર્માના પટનામાં આવેલા ઘરમાં ઇન્કમટેક્સે (Income Tax) રેડ કરી તો તેની પાસે અખૂટ સંપત્તિ મળી આવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે ઇન્કમટેક્સની આ રેડમાં શિક્ષકના બેંક લોકરમાં એક કરોડ રૂપિયા રોકડા અને બે કિલો સોનું હોવાની જાણકારી મળી હતી.

સરકારી સ્કૂલના શિક્ષકના બેંક લોકરમાં આટલી મોટી રકમ મળવાથી ઇન્કમટેક્સના અધિકારી પણ ચકિત થઇ ગયા હતા. શિક્ષક નીરજ કુમાર શર્મા આ સંપત્તિ ક્યાંથી આવે તે વિશે જણાવી શક્યા ન હતા. જોકે બતાવવામાં આવી રહ્યું છે કે વધારે સંપત્તિ રાખવાના મામલામાં શિક્ષકને પોતાની સંપત્તિ ક્યાંથી આવી તે જણાવવા માટે એક મહિનાનો સમય આપ્યો છે.

આ પણ વાંચો - મામા બનીને ગરીબ દીકરીના લગ્નમાં પહોંચ્યા, 9 તોલા સોનું, 1 કિલો ચાંદી આપીને નિભાવી મામેરાની વિધિ

બેંક લોકરમાંથી મળી સોનાની ચાર ઇટ

બતાવવામાં આવી રહ્યું છે કે થરથરી પ્રખંડના એક સરકારી હાઇસ્કૂલના શિક્ષક નીરજ કુમારના બેંક લોકરમાંથી એક કરોડ કેશ અને બે કિલો સોના સહિત ઘણા અન્ય દસ્તાવેજો પણ મળ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે પટનાના બહાદુરપુર વિસ્તારમાં SBIની શાખામાં તેના નામે રહેલા એક લોકરને ઇન્કમટેક્સના અધિકારીઓએ બુધવારે ખોલ્યું હતું. જેમાં 250 ગ્રામ વજનની સોનાની ચાર ઇટો અને એક કરોડ રોકડા મળ્યા હતા.

આ પણ વાંચો - દિયર સાથે લગ્ન કરવા માટે મહિલાનો હાઇવોલ્ટેજ ડ્રામા, રસ્તા પર રોકી પોલીસ વાન

2000ની નોટોના બંડલ જોઈને અધિકારી રહી ગયા ચકિત

બતાવવામાં આવી રહ્યું છે કે આ રકમ બે હજારના રૂપિયાના નોટના બંડલમાં હતી. આ સાથે અન્ય દસ્તાવેજો પણ મળ્યા છે જેની તપાસ ચાલી રહી છે. શિક્ષક નીરજ કુમાર શર્મા નવરચના કંસ્ટ્રક્શન કંપનીના માલિક રાકેશ કુમાર સિંહના સંબંધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ રૂપિયા તેમના પણ હોઈ શકે છે. જોકે આ સંબંધમા અત્યાર સુધી કોઇ દસ્તાવેજ મળ્યા નથી.
First published:

Tags: Crime news, આયકર વિભાગ, બિહાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો