રૂ. 1.08 કરોડ લઇ ફરાર થયેલ ડ્રાઇવર રવિ ચૌધરી પોલીસના સકંજામાં

અમદાવાદ# આઇસીઆઇસીઆઇ ATMમાં પૈસા ભરવા આવેલ સીએમએસ કંપનીનો ડ્રાઇવર રૂ.1.08 કરોડની રકમ લઇને ફરાર થઇ જતાં શહેરમાં નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે ગુપ્ત ઓપરેશન યોજી ગાડીના ડ્રાઇવરને ઝડપી પાડ્યો હતો, તો અન્ય ત્રણ શામેલ આરોપીની પોલીસ શોધખાળ કરી રહી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
અમદાવાદ# આઇસીઆઇસીઆઇ ATMમાં પૈસા ભરવા આવેલ સીએમએસ કંપનીનો ડ્રાઇવર રૂ.1.08 કરોડની રકમ લઇને ફરાર થઇ જતાં શહેર અને રાજ્યમાં નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે ગુપ્ત ઓપરેશન યોજી ગાડીના ડ્રાઇવરને ભાવનગરથી ઝડપી પાડ્યો હતો તેની પાસેથી પોલીસે એક પિસ્તોલ અને 3 કારતૂસ જપ્ત કર્યા છે. પોલીસને ધરપકડમાં નિરાશા પ્રાપ્ત થઇ છે, કેમ કે, રવિ પાસે કોઇ રોકડ રકમ મળી આવી ન હતી. તો અન્ય ત્રણ શામેલ સાગરિકોની પોલીસ શોધખાળ કરી રહી છે.

ડ્રાઇવર રવિ ચૌધરી મૂળ ઉત્તરપ્રદેશનો છે અને અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહે છે. પોલીસને તપાસમાં ચોકાવનારી વિગત મળી આવી છે જેમાં આ લૂંટનો પ્લાન 6 મહિના આગાઉથી બનાવવામાં આવ્યો હતો, જેના માટે હત્યા કરવા માટે હથિયારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કષ્ણુનગર ખાતે જ્યારે સિક્યોરિટી ગાર્ડ અને કર્મચારી એટીએમમાં પૈસા ભરવા ગયા ત્યારે ડ્રાઇવરે સીએમએસની વાન માંથી પૈસા કાઢી અન્ય કારમાં પૈસા મૂકીને ફરાર થઇ ગયો હતો. સૂત્રોના અનુસાર ડ્રાઇવર રવિ દૂબઇ ભાગવાની ફિરાકમાં હતો અને તેણે ફ્લાઇટની ટિકીટ પણ કઢાવી લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ અંગે કોઇ સત્તાવાર માહિતી આપી નથી. હાલ એસઓજી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ મામલાની તપાસ ગુપ્ત રીતે યોજીને અન્ય શામેલ ત્રણ સાગરિતોને  અને ઘટનાને અંજાન આપનાર માસ્ટરમાઇન્ડને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
First published: