Home /News /crime /

ધાડપાડુ ગેંગનો પર્દાફાશ, પોલીસે સાત લુટારૂઓને ઝડપ્યા

ધાડપાડુ ગેંગનો પર્દાફાશ, પોલીસે સાત લુટારૂઓને ઝડપ્યા

શહેરમાં લૂંટની વધુ એક મોટી ઘટના બનતાં અટકી, ક્રાઇમ બ્રાન્ચે ધાડપાડુ ગેંગને ઝડપી લેતાં આંગડીયા પેઢી લૂંટાતાં બચી ગઇ. ક્રાઇમ બ્રાન્ચે સાત લૂટારૂઓને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે.

શહેરમાં લૂંટની વધુ એક મોટી ઘટના બનતાં અટકી, ક્રાઇમ બ્રાન્ચે ધાડપાડુ ગેંગને ઝડપી લેતાં આંગડીયા પેઢી લૂંટાતાં બચી ગઇ. ક્રાઇમ બ્રાન્ચે સાત લૂટારૂઓને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે.

  • News18
  • Last Updated :
અમદાવાદ # શહેરમાં લૂંટની વધુ એક મોટી ઘટના બનતાં અટકી, ક્રાઇમ બ્રાન્ચે ધાડપાડુ ગેંગને ઝડપી લેતાં આંગડીયા પેઢી લૂંટાતાં બચી ગઇ. ક્રાઇમ બ્રાન્ચે સાત લૂટારૂઓને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે.

શહેરમાં આગામી રથયાત્રા પૂર્વે બોમ્બ મળી આવવાની ઘટનાને પગલે પોલીસ સર્તક બની છે. તપાસ દરમિયાન બુધવારે ક્રાઇમ બ્રાન્ચે ધાડપાડુ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની ટીમે ધાડપાડુ ગેંગના સાત લુટારૂઓને ઝડપી લેતાં મોટો ખુલાસો સામે આવ્યો છે.

આ લુટારૂઓએ શહેરના માણેકચોકમાં આવેલી અંબાલાલ આંગડીયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી લાખો રૂપિયાની લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જે માટે આ લુટારૂઓએ હથિયારો પણ તૈયાર રાખ્યા હતા.

જોકે પોલીસની સર્તકતાને પગલે લૂંટની ઘટના ટળી જવા પામી છે. પોલીસે આ લુટારૂઓ પાસેથી કાર, બાઇક, ત્રણ તમંચા અને 14 જીવતા કારતૂસ સહિતનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन