Home /News /crime /

બંગલામાં ઘુસેલા લૂંટારૂઓએ વૃદ્ધ દંપતીને ગળે ચાકુ રાખી કરી લૂંટ

વાપીઃ વાપીમાં ફરી એક વાર તસ્કરોએ આતંક મચાવ્યો છે.આ વખતે વાપીના ગણેશવાડીમાં આવેલ એક બંગલામાં રહેતાવૃદ્ધ દંપતિને નિશાન બનાવ્યા છે.ચાકુની અણીએ ત્રણ લૂટારુઓએ રૂપિયા 2 લાખના દાગીના અને રોકડ અને એક હોન્ડા સીટી કારની સનસની ખેજ લૂટ ચલાવી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
વાપીઃ વાપીમાં ફરી એક વાર તસ્કરોએ આતંક મચાવ્યો છે.આ વખતે વાપીના ગણેશવાડીમાં આવેલ એક બંગલામાં રહેતાવૃદ્ધ દંપતિને નિશાન બનાવ્યા છે.ચાકુની અણીએ ત્રણ લૂટારુઓએ રૂપિયા 2 લાખના દાગીના અને રોકડ અને એક હોન્ડા સીટી કારની સનસની ખેજ લૂટ ચલાવી છે.
વાપીના ગણેશવાડી વિસ્તારમાં આવેલ ઓમ બંગલામાં લુંટારુ ટોળકી ઘુસી ગઇ હતી. બંગલાના માલિક કિશોર જોશીને ગળે ચાકુ મુકીને લૂંટારુ ટોળકીએ લૂંટ ચલાવી હતી. વયોવૃદ્ધ એવા કિશોરભાઈ અને તેમના પત્નીને ચાકુના અણીએ બંધક બનાવ્યા હતા.ગુજરાતી ભાષા બોલતા આ ત્રણેય ઈશામોએ ચાકુની અણીએ દંપતિને બાનમાં લીધા હતા.

ઘરમાં રાખેલા 2 લાખના સોનાના દાગીના લઇ આ ચોર ફરાર થઇ ગયા હતા. તેમજ આ ચોર ગેંગ બંગલાની બહાર પાર્ક કરેલી હોન્ડા સીટી કાર પણ ઉઠાવી ગયા હતા. અતિશય ગભરાયેલા દંપતીનો દીકરો ઉપલા માળ પર સુતો હતો. જોકે બાદમાં આ પુત્રએ માતા-પિતાને સંભાળી  પોલીસને જાણ કરી હતી.

ગણેશવાડીમાં એકાંત વિસ્તારમાં આવેલા આ બંગલા બનેલ લૂંટની ઘટના બાદ વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોધાવામાં આવી છે. બારીની ગ્રીલ તોડી આ લૂતારુઓ ઘરમાં પ્રવેશ્યા હતા તે ગ્રીલ પાસે ફિંગર પ્રિન્ટ્સ લેવાયા હતા.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, ચોરી, મકાન, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन