Home /News /crime /

અમદાવાદના જવેલર્સને લૂંટી લેનારા ત્રણ આરોપી ઝડપાયા

અમદાવાદઃ અમદાવાદમાં સપ્તાહ અગાઉ થયેલા જવેલર્સ લૂંટ કેસને પોલીસે ડીટેકટ કરી નાંખ્યો છે.અમદાવાદમાં સતાધાર ચાર રસ્તા પાસે આવેલા નંદ જવેલર્સના માલિક પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવનારી ટોળકીના ત્રણ સાગરિતોને પોલીસે ઝડપી પાડયા છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદમાં સપ્તાહ અગાઉ થયેલા જવેલર્સ લૂંટ કેસને પોલીસે ડીટેકટ કરી નાંખ્યો છે.અમદાવાદમાં સતાધાર ચાર રસ્તા પાસે આવેલા નંદ જવેલર્સના માલિક પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવનારી ટોળકીના ત્રણ સાગરિતોને પોલીસે ઝડપી પાડયા છે.

સૂત્રોના જણાવ્યાનુસાર પકડાયેલા બંને આરોપીઓ પાસેથી લૂંટનો કેટલોક મુદ્દામાલ પણ ઘાટલોડીયા પોલીસને હાથ લાગ્યો છે.ગત મંગળવારે ભરબપોરે નંદ જવેલર્સના માલિક રતિલાલ પટેલ પણ તિક્ષણ હથિયાર વડે હુમલો કરી દાગીનાની લૂંટ ચલાવી ત્રણેક શખસો રિક્ષામાં નાસી છૂટયા હતા.

હત્યાનો પ્રયાસ અને લૂંટ ચલાવનારા શખસો પોતાની ઓળખ છુપાવવા દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી તેનું ડીવીઆર સાથે લઈ ગયા હતા.ઘાટલોડીયા પોલીસે લૂંટારૂ ટોળકીના અન્ય આરોપી અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર કબ્જે લેવા પ્રયાસ શરૂ કર્યા છે.

દોઢ વર્ષ અગાઉ ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની ગેંગએ નંદ જવેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.આ સમયે વિશાલની ગેંગના એક સાગરિતને લોકોએ હિંમતપૂર્વક ઝડપી પાડયો હતો.
First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ, ગુજરાત, ગુનો, જવેલર્સ, લૂંટ, લૂંટારૂ ટોળકી, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन