Home /News /crime /

મધરાતે ઘરમાં ઘુસી વેપારી પરિવાર પર હૂમલો કરી લૂંટથી ચકચાર

જામનગરઃ જોડિયા તાલુકાના લખતર ગામે શિવનગર વિસ્તારમાં દુકાનના વેપારી ઘરે શુક્રવારે રાત્રે લુટારુઓ ત્રાટક્યા હતા. ત્રણ અજાણ્યા શખ્શોએ બહાદુરભાઇ અને તેના પત્નીને પથારીમાં હાથપગ બાધી મોઢે ટેપ મારી લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

  • Web18
  • Last Updated :
જામનગરઃ જોડિયા તાલુકાના લખતર ગામે શિવનગર વિસ્તારમાં દુકાનના વેપારી ઘરે શુક્રવારે રાત્રે લુટારુઓ ત્રાટક્યા હતા.  ત્રણ અજાણ્યા શખ્શોએ બહાદુરભાઇ અને તેના પત્નીને પથારીમાં હાથપગ બાધી મોઢે ટેપ મારી લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

લુટારુઓએ બહાદુરભાઇને મારમારી જ્યાં રૂપિયા રાખેલ હતા તે રૂમમાં ઢસડી ગયા હતા. કબાટ  અને બેગમાંથી રૂપિયા ૩૦ હજાર રોકડા, સોના-ચાંદીના દાગીના, મોબાઈલ ફોન તેમજ એક મોટર સાયકલ સહીત રૂ ૯૭,૦૦૦ હજારની મત્તાની લુટ ચલાવી લુટારુઓ નાસી છૂટયા હતા.

આ અંગે જોડિયા પોલીસને જાણ કરતા જોડીયા પોલીસનો  કાફલો દોડી આવ્યા હતો. આ લુટ અંગે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, લુટારૂ, લૂંટ, વેપારી, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन