Home /News /crime /RJ કૃણાલને આજે કોર્ટમાં રજુ કરાશે, ભૂમીને કહેતો 'દારૂ-સિગારેટ પીવે છે, તારા પપ્પાને કહી દઇશ

RJ કૃણાલને આજે કોર્ટમાં રજુ કરાશે, ભૂમીને કહેતો 'દારૂ-સિગારેટ પીવે છે, તારા પપ્પાને કહી દઇશ

અમદાવાદઃ ભૂમિના આપઘાત કેસમાં ફરિયાદ નોધાયાના ત્રણ દિવસ બાદ બુધવારે આરજે કુણાલ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આત્મ સમર્પણ કર્યું હતુ. ત્યારે તેના પર ભૂમિના આપઘાત મામલે કોઇપણ જાતનું દુઃખ ન હોય તેવો ચહેરો જોવા મળતો હતો. ત્યારબાદ તેને આનંદનગર પોલીસને સોપાતા તેની ધરપકડ કરાઇ હતી. આજે RJ કૃણાલને મિરજાપુર કોર્ટમાં રજૂ કરાશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
    અમદાવાદઃ ભૂમિના આપઘાત કેસમાં ફરિયાદ નોધાયાના ત્રણ દિવસ બાદ બુધવારે આરજે કુણાલ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આત્મ સમર્પણ કર્યું હતુ. ત્યારે તેના પર ભૂમિના આપઘાત મામલે કોઇપણ જાતનું દુઃખ ન હોય તેવો ચહેરો જોવા મળતો હતો. ત્યારબાદ તેને આનંદનગર પોલીસને સોપાતા તેની ધરપકડ કરાઇ હતી. આજે RJ કૃણાલને મિરજાપુર કોર્ટમાં રજૂ કરાશે.

    પોલીસ તપાસમાં બીજો પણ એક ચોકાવનારો ખુલાસો બહાર આવ્યો છે જેમાં કુણાલ ભુમિને ધમકાવતો હતો અને દારૂ-સિગારેટ પીવે છે તે તારા માતાપિતાને કહી દઇશ તેવી દમદાટી પણ આપતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કુણાલની ધમકીથી ભૂમિ હંમેશા ડિપ્રેશનમાં રહેતી હતી.

    આનંદનગર પોલીસે કૃણાલની વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે,કૃણાલ ત્રણ દિવસથી સરખેજ ઉજાલા વિસ્તારમાં નાસતો ફરતો હતો . ભૂમિના PM વખતે કૃણાલને ભૂમિના ભાઇ જોડે માથાકુટ પણ થઇ હતી.

    એફએસએલમાં મોકલવામાં આવેલા મોબાઈલમાંથી કૃણાલ-ભૂમિ વચ્ચે વોટ્સએપ ચેટિંગના કેટલાક ઈન્ટરસેપ્ટ જાહેર થયા છે. જેમાં કેટલાક ખુલાસા સામે આવ્યા છે. જેમાં ભૂમિ દારૂ અને સિગરેટ પીતી હોવાનું ખુલ્યું છે. કૃણાલ અને ભૂમિ બેંગકોક ગયા હતા ત્યારે બંને વચ્ચે મારઝૂડ પણ થઈ હતી.

    ઉલ્લેખનીય છે કે, આરજે કૃણાલના પત્ની ભૂમિએ તા.21 જાન્યુ.ના આનંદનગર રોડ પરના સચીન ટાવરના 8મા માળેથી પડતું મુકીને આપઘાત કર્યો હતો. જેથી ભૂમિના માતા કવિતાબહેને કૃણાલ અને તેના માતા પુષ્પાબેન તેમજ પિતા ઇશ્વરભાઇ દેસાઇ વિરુધ્ધ ભૂમિને શારીરિક-માનસિક ત્રાસ આપીને આત્મહત્યા કરવા મજબૂર કરી હોવાની ફરિયાદ કરી હતી. જેમાં આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરવી, દહેજની માંગણી, શારિરીક-માનસિક ત્રાસ આપવો તેમજ મદદગારી કરવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
    First published:

    Tags: આરજે કૃણાલ, આરજે કૃણાલ પત્ની મોત, ધરપકડ, પોલીસ`, ભૂમિ દેસાઇ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો