પ્રેમ લગ્ન કરીને ઘરે જઈ રહેલા દુલ્હા-દુલ્હનની જાહેરમાં જ ધોલાઈ, જાણો આખો મામલો

પ્રતીકાત્મક તસવીર

પોલીસનું કહેવું છે કે યુવકે પરિવારના લોકોની મંજૂરી વગર જ રાણી તળાવ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. જે બાદમાં તેના ભાઈએ મારપીટ કરી હતી.

 • Share this:
  અર્પિતા આર્યા, રીવા: મધ્ય પ્રદેશના રીવા જિલ્લા (Rewa district)ના ચોરહટા પોલીસ મથક વિસ્તારમાં એક મંદિરમાં પ્રેમ લગ્ન (Love marriage) કરીને ઘરે જઈ રહેલા દુલ્હા (bride) અને દુલ્હન (groom)ની રસ્તામાં દુલ્હાના ભાઈએ જોરદાર ધોલાઈ કરી હતી. જે બાદ નવદંપતીએ પોલીસ સ્ટેશન (Police station)માં જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. દુલ્હા અને દુલ્હન સાથે મારપીટનો વીડિયો પણ વાયરલ (Viral video) થયો છે. આ બનાવ ગત બુધવારનો છે. ફરિયાદીઓએ રીવા શહેરના રાણી તળાવ મંદિરમાં લગ્ન કર્યાં હતાં. જે બાદમાં તેઓ ઘરે પર ફરી રહ્યા હતા. આ દરમિયાન મારપીટ થઈ હતી.

  ચોરહટ પોલીસ મથક વિસ્તારમાં રહેતા રવિવાજ સિંહ ચૌહાણને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, તેના પરિવારને આ પ્રેમ સંબંધ મંજૂર ન હતો. જે બાદમાં તેણે યુવતી સાથે રાણી તળાવ સ્થિત મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તે પોતાની પત્ની સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો. આ સમયે જ ગામના હનુમાન મંદિર નજીક વિજય બહાદુર સિંહે બંનેને રોક્યા હતા. ભાઈએ પરિવારની મનાઈ છતાં પ્રેમ લગ્ન કર્યાંનું જાણીને તેણી મારપીટ શરૂ કરી હતી.

  આ પણ વાંચો: પ્રેમીએ પ્રેમિકાના માથામાં ભરી દીધું સિંદૂર, પ્રેમિકાના ભાઈઓને ખબર તો કરી આવી હાલત   વિજયે દુલ્હનને પણ ફટકારવાનું શરૂ કરતા સન્નાટો છવાઈ ગયો હતો. જે બાદમાં સ્થાનિક લોકોએ વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો હતો. બાદમાં નવદંપતી પોલીસ મથક પહોંચ્યું હતું. પોલીસે ફરિયાદ લઈને બંનેને સારવાર માટે ખસેડ્યા હતા.

  આ પણ વાંચો: દુલ્હાનું ઘર સાફ કરે તે પહેલા જ લૂંટરે દુલ્હનની ધરપકડ, વરરાજા અને પોલીસે આ રીતે ખેલ ઊંધો પાડ્યો


  વીડિયો વાયરલ

  પોલીસનું કહેવું છે કે યુવકે પરિવારના લોકોની મંજૂરી વગર જ રાણી તળાવ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. જે બાદમાં તેના ભાઈએ મારપીટ કરી હતી. જોકે, ફરિયાદમાં દુલ્હન સાથે મારપીટ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ નથી. જ્યારે વીડિયોને જોતા તેમાં દુલ્હન સાથે પણ મારપીટ કરવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે. રીવા એસ.પી. શિવ કુમાર વર્માનું કહેવું છે કે, હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: