નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટરે પહેલા લખી પત્નીની હત્યાની સ્ક્રિપ્ટ, પછી કરી આત્મહત્યા

News18 Gujarati
Updated: October 6, 2019, 8:37 PM IST
નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટરે પહેલા લખી પત્નીની હત્યાની સ્ક્રિપ્ટ, પછી કરી આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીર

મોટા પુત્રના મોત બાદ પતિ પત્ની ડિપ્રેશનમાં રહેતા હતા. આ દંપતી જાણે અંદરથી તૂટી ગયું હોવાનું પરિવારજનોનું કહેવું છે

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ મુરાબાદના અલકનંદા કોલોનીમાં રહેતા નિવૃત પોલીસ અધિકારીએ (Retired police officer) પહેલા પોતાની પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અને પછી પોતે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. પતિ-પત્નીના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં સ્થળ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી.

પોલીસે (Police)બંનેના મૃતદેહોને કબજો લઇને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલી આપ્યા હતા. ઘટના પાછળ મોટા પુત્રના મોત બાદ ડિપ્રેશનમાં આવી જતા નિવૃત થાણેદારે આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ઘટના ક્રમને જોતા માલૂમ પડે છે કે રિટાયર્ડ થાણેદારે પહેલા પોતાની પત્નીના મોતની સ્ક્રિપ્ટ લખી હતી.

ઉલ્લેખનીય છે કે, એક માર્ગ અકસ્માતમાં (Accident )મોટા પુત્રનું મોત થયો હતો. ત્યારબાદ બિઝનૌરના સ્યોહના વિસ્તારમાં રહેતા કરનવીર સિંહ ડિપ્રેશનમાં (Depression)રહેતા હતા. માનવામાં આવી રહ્યું છે કે, તેઓ પોતાની પત્ની જોગેશ્વરી દેવીને ખુબજ પ્રેમ કરતા હતા.

આ પણ વાંચોઃ-સ્પા સૅન્ટરની આડમાં સૅક્સ રૅકૅટ: 19 યુવક યુવતીઓ ઝડપાયા, કૉન્ડોમ મળ્યા

પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, મોટા પુત્રના મોત બાદ પિતા કરનવીર અને માતા જોગેશ્વરી દેવી એક રીતે તૂટી ગયા હતા. બંને ડિપ્રેશનમાં રહેતા હતા અને અનેક બીમારની ઝપેટમાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-સોનાના સ્મગલિંગ માટે યુવકે અપનાવ્યો જોરદાર કીમિયો, અધિકારીઓ પણ દંગ રહી ગયાપરિવારજનોના જણાવ્યા પ્રમાણે મૃતક કરનવીરે વિચાર્યું હશે કે એકલા દુનિયાથી જઇશ તો પછી પત્નીને તકલીફો ઉઠાવવી પડશે. એટલા માટે પહેલા પત્નીને મોતને ઘાટ ઉતારી પોતે આત્મહત્યા કરી લીધી હતી. પત્ની ગાઢ નિંદરમાં હતી ત્યારે રૂમમાં પહેલાથી રાખેલી બંદૂક કાઢીને પત્નીની છાતી ઉપર ગોળી મારી દીધી હતી.

આ પણ વાંચોઃ-Viral Video: યુવકે શૉર્ટ્સ પહેરેલી યુવતીને રોકીને કહ્યું 'તમારી પાસે કપડાં નથી?'

ત્યારબાદ કરનવીરે રેલિંગ ઉપર રસ્સી બાંધીને ફાંસી લગાવી દીધી હતી. કરનવીરના આ પગલાથી નાનોપુત્ર નીરજ અનાથ થઇ ગયો છે. જેની પાસે આવકનું કોઇ સાધન નથી. નીરજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.
First published: October 6, 2019, 8:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading