સ્મશાનની બાજુમાં ચાલી રહી હતી રેવ પાર્ટી, રૂ. 5 હજારમાં મળતો હતો એક જામ

પાર્ટીમાં ડીજેના અવાજથી આસપાસના લોકો પરેશાન ન થાય અને કોઈ પોલીસને જાણ ન કરે તે માટે હોલની દીવાલોને સાઉન્ડ પ્રુફ બનાવવામાં આવી હતી.

News18 Gujarati
Updated: June 10, 2019, 10:51 AM IST
સ્મશાનની બાજુમાં ચાલી રહી હતી રેવ પાર્ટી, રૂ. 5 હજારમાં મળતો હતો એક જામ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 10, 2019, 10:51 AM IST
દિલ્હીના છતરપુરમાંથી પકડવામાં આવેલી રેવ પાર્ટીને લઈને હવે અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે. આ પાર્ટીમાં વ્યવસ્થાથી લઈને ટાઈમિંગ પણ ખાસ હતી. આ પાર્ટી રાત્રે 12 વાગ્યાથી શરૂ થઈને સવારે પાંચ વાગ્યા સુધી ચાલતી હતી. આ પાર્ટી જ્યાં ચાલતી હતી ત્યાં બાજુમાં સ્મશાન આવેલું છે. રાત્રે શરૂ થતી પાર્ટીમાં યુવક-યુવતીઓ નશાની હાલતમાં અને ઓછા પ્રકાશમાં સવાર સુધી નાચતા હતા.

ખાસ વાત એ છે કે પાર્ટીમાં ડીજેના અવાજથી આસપાસના લોકોને પરેશાની ન થાય તેમજ કોઈ પોલીસને જાણ ન કરે તે માટે હોલની દીવાલોને સાઉન્ડ પ્રૂફ બનાવવામાં આવી હતી. લોકોએ પાર્ટીમાં એન્ટ્રી માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આયોજકોનો સંપર્ક કરવો પડતો હતો. આ પાર્ટીમાં પ્રવેશ માટે દરેક યુવક પાસેથી રૂ. 10 હજાર લેવામાં આવતા હતા. જ્યારે છોકરીઓ માટે કોઈ જ એન્ટ્રી ફી ન હતી. જે બાદમાં તમે જે પણ નશો કરો અથવા ખાવાનું મંગાવો તેના માટે અલગથી ચાર્જ આપવો પડતો હતો. જાણકારોના જણાવ્યા પ્રમાણે અહીં પાંચ હજાર રૂપિયામાં વિદેશી શરાબનો એક જામ મળતો હતો. જ્યારે સુકા નશાના એક ડોઝ માટે રૂ. 10 હજાર લેવામાં આવતા હતા.રવિવારે દિલ્હી પોલીસ અને એક્સાઇઝ વિભાગે દરોડાં કર્યા ત્યારે ત્યાંથી 200થી વધારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સગીર વયના યુવક-યુવતીઓ સામેલ હતા. પોલીસે અહીંથી અનેક પ્રકારના ડ્રગ્સ મળ્યાંનો દાવો કર્યો છે. ક્લબની દીવાલો પર એક ખાસ પ્રકારનું પેઇન્ડિંગ કરવામાં આવી રહ્યું હતું. આ પેઇન્ટિંગને પાર્ટી સાથે શું સંબંધ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા નોઇડાના યમુના કિનારેથી એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં દરોડાં કરવામાં આવ્યા હતા. આ પાર્ટીમાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ યુવક-યુવતીઓને પાર્ટીમાં હાજર રહેવાની જાણ કરવામાં આવતી હતી.
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...