Home /News /crime /બળાત્કાર કેસમાં નવો વળાંક, ગર્ભનો DNA તબીબ સાથે ના મળ્યો, જામીન પર છુટકારો
બળાત્કાર કેસમાં નવો વળાંક, ગર્ભનો DNA તબીબ સાથે ના મળ્યો, જામીન પર છુટકારો
સાબરકાંઠાઃ જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ ગામનાં ડોક્ટર દ્વારા ૧૪ વર્ષની કિશોરી પર થયેલા બળાત્કારના કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં કિશોરીના ગર્ભનો ડી.એન.એ ટેસ્ટ ડોકટરના ડી.એન.એ સાથે ના મળતા આજે ડોક્ટરને જામીન પર છોડવામાં આવ્યા છે.

સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં ચકચાર મચાવનાર રણાસણની સગીરા પર ડોક્ટર દ્વારા ગુજારવામાં આવેલા કથિત બળાત્કાર કેસમાં આજે નવો વળાંક આવ્યો છે, જેમાં કોર્ટના આદેશ બાદ ડોક્ટર જતિન મહેતા અને સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ સગીરાના ભ્રૂણનો ડી.એન.એ પરિક્ષણ કરાવાતા ડોક્ટર જતીન મહેતા અને ભ્રૂણનો ડી.એન.એ મેચ ન થતા અંતે આજે ડોક્ટર જતીન મહેતાને રૂપિયા દસ હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે હવે કોના ઈશારે સગીરાએ ડોક્ટર સામે આંગળી ચીંધી અને સગીરા પર કોના દ્વારા બળાત્કાર ગુજારાયો એ જાણવું પોલીસ માટે જરૂરી બની ગયું છે.
નોંધનીય છે કે, ગત જુનમાં ડોક્ટર જતીન મહેતા સામે તલોદ પોલીસ મથકે યુવતીએ ફરિયાદ નોધાવ્યા બાદ ડોક્ટર જતીન મહેતાની ધરપકડ થઇ હતી. તો સગીરાના પિતાએ ગર્ભપાત કરાવા માટે હાઈકોર્ટમાં મંજુરી માંગતા હાઈકોર્ટે ૨૦ સપ્તાહનો ગર્ભ થઇ ગયો હોવાથી મંજૂરી આપી ન હતી. તો અંતે સુપ્રીમકોર્ટે ગર્ભપાત માટે મંજુરી આપતા અમદાવાદ સિવિલમાં સગીરાનો ગર્ભપાત કરાયો હતો. ત્યારે હવે ફરિયાદ થઇ ત્યારથી માંડીને આજ દિન સુધી ડોક્ટર જતીન મહેતાને જેલમાં રહેવું પડ્યું હતું, ત્યારે આજે તેઓ જમીન પર મુક્ત થતા જ યુવતીએ કોના ઈશારે તેમના પર આરોપ મુક્યા અને યુવતી પર બળાત્કાર કરનાર કોણ છે તેની પોલીસ સત્વરે તપાસ કરે તેવી માંગ કરી હતી.
વગર વાંકે બે મહિના જેલવાસ ભોગવી આવેલા ડોક્ટર જતીન મહેતા હવે પોતાના વકીલ સાથે ચર્ચા કરી આગળ શું કરવું તેનો નિર્ણય લેશે. પરંતુ હવે યક્ષ પ્રશ્ન એ આવીને ઉભો છે કે, આખરે સગીરાના કુખમાં જે ગર્ભ હતો તે કોનો હતો?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર