"સાહેબ મે મારી લફરાબાજ પત્નીની હત્યા કરી છે,લાશ ઘરમાં છે":પતિ પોલીસ સ્ટેશન પહોચ્યો

News18 Gujarati | Pradesh18
Updated: October 22, 2016, 4:22 PM IST
રાજકોટઃ રાજકોટના પોપટપરામાં વિસ્તારમાં રહેતા સુનીલ પરમારે તેનીજ પત્નીનું ગળું દબાવી હત્યા નીપજાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આજે સવારે સુનીલ પરમાર ખુદ પોલીસ સમક્ષ જઈને પોલીસને જણાવ્યું કે મેં મારી પત્નીની હત્યા નીપજાવી છે અને તેનો મૃતદેહ ઘરે પડ્યો છે. પોલીસે સુનીલભાઈની વાત પરથી ટીમને સુનીલભાઈના ઘરે મોકલી તપાસ કરાવી બાદમાં મૃતક પત્ની ભાવનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

રાજકોટઃ રાજકોટના પોપટપરામાં વિસ્તારમાં રહેતા સુનીલ પરમારે તેનીજ પત્નીનું ગળું દબાવી હત્યા નીપજાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આજે સવારે સુનીલ પરમાર ખુદ પોલીસ સમક્ષ જઈને પોલીસને જણાવ્યું કે મેં મારી પત્નીની હત્યા નીપજાવી છે અને તેનો મૃતદેહ ઘરે પડ્યો છે. પોલીસે સુનીલભાઈની વાત પરથી ટીમને સુનીલભાઈના ઘરે મોકલી તપાસ કરાવી બાદમાં મૃતક પત્ની ભાવનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

  • Pradesh18
  • Last Updated: October 22, 2016, 4:22 PM IST
  • Share this:
રાજકોટઃ રાજકોટના પોપટપરામાં વિસ્તારમાં રહેતા સુનીલ પરમારે તેનીજ પત્નીનું ગળું દબાવી હત્યા નીપજાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આજે સવારે સુનીલ પરમાર ખુદ પોલીસ સમક્ષ જઈને પોલીસને જણાવ્યું કે મેં મારી પત્નીની હત્યા નીપજાવી છે અને તેનો મૃતદેહ ઘરે પડ્યો છે.

rjk patni hatya1

 

પોલીસે સુનીલભાઈની વાત પરથી ટીમને સુનીલભાઈના ઘરે મોકલી તપાસ કરાવી બાદમાં મૃતક પત્ની ભાવનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સુનીલ અને ભાવનાએ ચાર મહિના અગાઉ જ પ્રેમ લગ્ન કર્યા હતા અને પત્નીને અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાને આધારે પતિ સુનીલે રાતે પત્ની ભાવનાનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી. પત્નીની હત્યા નીપજાવી પોલીસ સમક્ષ હાજર થયેલા હત્યારા પતિની પોલીસે ઘરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાત જાણે એમ બની કે ચાર મહિના પહેલા ટ્રાવેલ્સમાં ક્લિનરનું કામ કરતા સુનીલ અને ભાવનાએ પ્રેમ લગ્ન કર્યા હતા.  સુનીલના લગ્ન સાત વર્ષ પહેલા સુરેન્દ્રનગરની યુવતી સાથે થયા હતા અને સંતાનમાં એક પુત્રી હતી. પણ પતિ પત્ની વચ્ચે કલેશ થતા આજથી એક વર્ષ પહેલા બંનેએ છુટાછેડા લઇ લીધા હતા. બાદમાં સુનીલ એકલવાયું જીવન જીવતો હતો ત્યારે સુનીલના મિત્રએ ચાર મહિના પહેલા ભાવના નામની મહિલા સાથે મેળાપ કરાવ્યો હતો. કેમકે ભાવનાના પણ છુટાછેડા થઇ ચુક્યા હતા અને તે બીજા લગ્ન કરવા ઈચ્છતી હતી. ત્યાર બાદ ભાવના અને સુનીલે લગ્ન કર્યા પણ લગ્ન બાદ પતિ જયારે કામ પર જતો ત્યારે પત્ની અન્ય સાથે ફોન પર વાત કરતી હોવાનું પતિ સુનીલને જણાયું હતું અને જેને લઈને બંને વચ્ચે અવાર નવાર ઝગડા થતા હતા.

પરંતુ ગઈકાલે પત્ની ભાવનાએ સુનીલને કહ્યુકે હવે સાથે રહેવું હોઈ તો ભાઈ બહેનની જેમ રહેવું પડશે. આવું સંભાળતા જ સુનીલને લાગી આવ્યું અને તેણે ભાવના સુઈ ગઈ ત્યારે ગળું દાબી પત્ની ભાવનની હત્યા નીપજાવી હતી.
First published: October 22, 2016, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading