વીજ કંપની, પોલીસની દાદાગીરીથી ખેડૂતે ઝેરી દવા પીધી, હાલત ગંભીર

Haresh Suthar | News18
Updated: August 18, 2015, 4:44 PM IST
વીજ કંપની, પોલીસની દાદાગીરીથી ખેડૂતે ઝેરી દવા પીધી, હાલત ગંભીર
રાજકોટ જિલ્લાના પડઘરીમાં આજે એક ખેડૂતે વીજ કંપની અને પોલીસની કથિત દાદાગીરીને પગલે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. ઝેરી દવા પી લેતાં હાલત ગંભીર બનતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Haresh Suthar | News18
Updated: August 18, 2015, 4:44 PM IST
રાજકોટ # રાજકોટ જિલ્લાના પડઘરીમાં આજે એક ખેડૂતે વીજ કંપની અને પોલીસની કથિત દાદાગીરીને પગલે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. ઝેરી દવા પી લેતાં હાલત ગંભીર બનતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પડઘરી ગામે રણજીતસિંહ ડોડીયાનો વિરોધ હોવા છતાં એમની વાડીમાંથી હાઇ વોલ્ટેજ વીજ લાઇન પસાર કરવા માટે આજે જેટકો કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા હતા. રણજીતસિંહ સહિત અન્ય ખેડૂતોએ વિરોધ કરવા છતાં જેટકોના અધિકારીઓએ કામગીરી ચાલુ કરી દેતાં લાગી આવતાં રણજીતસિંહે અધિકારીઓ અને પોલીસની હાજરીમાં જ વાડીમાં ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે એમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અહીં નોંધનિય છે કે, ઓછી જમીન ધરાવતા ખેડૂતોએ જિલ્લા કલેકટર અને જેટકો વીજ કંપનીમાં અનેકવાર વળતરની માંગ કરી હોવા છતાં વળતર આપ્યા વિના કંપની દ્વારા વીજ લાઇન નાંખવા પ્રયાસ કરાતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
First published: August 18, 2015
पूरी ख़बर पढ़ें
अगली ख़बर