રાજકોટઃગુનાખોરી ઘટાડવા માટે સ્થાનિક પોલીસ મથકના અધિકારીઓ પર વોચ

રાજકોટઃ રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનના એસીપી હવે પોલીસ કમિશ્નર કચેરી ને બદલે પોતાના વિસ્તારના સ્થાનિક પોલીસ મથકમાં બેસશે. પૂર્વ ઝોન વિસ્તારના એસીપી બન્નો જોશી દિવાનપરા પોલીસ મથકમાં અને પશ્ચિમ ઝોન વિસ્તારના એસીપી કલ્પેશ ચાવડા આમ્રપાલી પોલીસ મથકમાં બેસશે. સ્થાનિક લોકોને પોતાના પ્રશ્નોને લઈને રજુવાત કરવા પોલીસ કમિશ્નર કચેરી સુધી ધક્કા ખાવા ના પડે તે માટે કમિશ્નર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથેજ ક્રાઈમ બ્રાન્ચના પણ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગોઠવી દેવામાં આવી છે. જેને કારણે ગુનાહોની સંખ્યામાં પણ ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:

રાજકોટ શહેર જે રીતે ગુનાહોની દુનિયામાં હરણફાળ કરી રહી છે તેને ડામવા માટે શહેરના નવનિયુક્ત પોલીસ કમિશ્નર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવનિયુક્ત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છેકે હવેથી પૂર્વ અને પશ્ચિમ ઝોનના એસીપી તેમના વિસ્તારમાં જ રહેશે અને ત્યાજ બેશ્શે. અત્યાર સુદી બંને એસીપી પોલીસ કમિશ્નર કચેરીમાં જ બેસતા હતા અને તેમનું કામ કરતા હતા પરંતુ આજથી બંને એસીપી તેમના વિસ્તારમાં જ જોવા મળશે. પૂર્વ ઝોનના એસીપી બન્નો જોશી દિવાનપરા પોલીસ મથકમાં બેસશે અને પશ્ચિમ ઝોનના એસીપી કલ્પેશ ચાવડા આમ્રપાલી પોલીસ મથકમાં જ બેસશે.

કમિશનરના આ નિર્ણય પાછળ લોકોની પણ સગવળને ધ્યાનમાં રાખી છે કેમકે કોઈ પણ વ્યક્તિને પોતાનીઓ રજુવાત કરવા માટે પોલીસ કમિશ્નર કચેરીના ધક્કા ખાવા પડતા હતા પરંતુ આજથી હવે જેતે વિસ્તારના અધિકારીઓને મળવા તેને નાજીક્નાજ પોલીસ મથકમાં મળી શકશે. જેથી પોલીસ કમિશનરના આ નિર્ણય થી ગુનાહો પણ ઓછા થશે અને કોઈ ઘટના બની હોઈતો ત્યાં પહોચવામાં પણ પોલીસને સરળતા રહેશે.

પોલીસ કમિશ્નર દ્વારા લેવાયેલા આ નિર્ણયને લઈને ગુનાહો પર તો પુરતી નજર રહેવ્શે પરંતુ તે વિસ્તારમાં આવતા પોલીસ મથકમાં અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ સીધી નજર રહેશે. જેને કારણે પણ ફાયદો થશે. તો સાથેજ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગોઠવી દેવામાં આવી છે. આજીડેમ ચોકડી, સોનીબજાર જેવા વિસ્તારોમાં હવે આ ટીમ દ્વારા વોચ રાખવામાં આવશે. મુખ્યત્વે સોની બજાર અને અન્ય ભીડભાડ વાળા વિસ્તારોમાં અનેક ગુનાહો બનતા રહે છે ત્યારે કમિશ્નરના આ પ્રકારના નિર્ણયને લઈને વેપારીઓ અને નાગરિકોએ પણ આવકાર્યો છે.
રાજકોટમાં જે રીતે ચોરી, લુટ, હત્યા, ચીલઝડપ, મારામારી જેવા બનાવો સામે આવી રહ્યા છે તેને જોતા પોલીસ કમિશ્નર દ્વારા લેવાયેલો આ નિર્ણય મહત્વનો ગણાય છે પરંતુ હવે સ્થાનિક કક્ષાએ પોલીસની કામગીરી અને લોકોની પણ પોલીસને મદદ કઈ પ્રકારે પ્રાપ્ત થઇ છે અને આ નિર્ણયથી ગુનઃખોરી ઘટશે.
First published: