શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે આવેલા કોસ્મો કોમ્પેલેક્ષમાં કન્સલટન્ટની ઓફિસમાંથી આજે પાંચ યુવતીઓ રૂ. 2.50 લાખની ચોરી કરી ભાગી હતી. બે યુવતીઓએ તો રસ્તા પર જ કપડાં ઉતારવા લાગી હતી. પોલીસને જાણ કરતાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે યુવતીઓ ફરાર થઇ ચૂકી છે

રાજકોટ # શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે આવેલા કોસ્મો કોમ્પેલેક્ષમાં કન્સલટન્ટની ઓફિસમાંથી આજે પાંચ યુવતીઓ રૂ. 2.50 લાખની ચોરી કરી ભાગી હતી. બે યુવતીઓએ તો રસ્તા પર જ કપડાં ઉતારવા લાગી હતી. પોલીસને જાણ કરતાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે યુવતીઓ ફરાર થઇ ચૂકી છે.
કોસ્મો કોમ્પલેક્ષમાં કન્સલટન્ટની ઓફિસ ધરાવતા ભરતભાઇ ગોંડલિયા અને તેના ભાગીદાર કૃણાલ મડિયા સવારે ઓફિસમાં હતા ત્યારે ત્યાં પાંચ યુવતીઓ ધસી આવી હતી. ઓફિસમાં આવી યુવતીઓએ પાણી પાવ અમને પાણી પાવ, બૂમાબૂમ મચાવી હતી. જેને પગલે કૃણાલભાઇ મડિયા સિક્યુરીટી ગાર્ડને બોલાવવા દોડી ગયા હતા.
આ તકનો લાભ લઇ યુવતીઓ ઓફિસના ટેબલના ખાના ખોલી તેમાં પડેલા રૂ. 2.50 લાખ રોકડ રકમ લઇને ત્યાંથી ભાગી છૂટી હતી. આ જોઇ જતાં ભરતભાઇ અને તેના ભાગીદાર કૃણાલ મડિયા પાછળ દોડ્યા હતા. જોકે પાંચમાંથી બે યુવતીઓએ રસ્તા વચ્ચે જ કપડાં કાઢવાનું શરૂ કરી દેતાં એમને પકડવા જતાં પણ ક્ષોભમાં મુકાયા હતા.
પોલીસને જાણ કરતાં પોલીસે ત્રણ યુવતીઓને પકડી પાડી છે જ્યારે નિર્વસ્ત્ર બનેલી યુવતીઓ ભાગી ગઇ હતી. આ યુવતીઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. હાલ પોલિસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર